Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૯૪
. આઝાદી પહેલાં અને પછી
કુંટુંબ કરતાં વધારે થાય છે. અન્ય કારીગરોની રેજીમાં પણ યુદ્ધ બાદ ઘણે વધારો. થયો છે. યુદ્ધ પહેલાં એમની માસિક આવક રૂ. ૭-૧૦ હતી તે વધીને રૂ. ૨૫-૩૦ થઈ હતી. સુથાર લુહાર દરજી સેના વગેરેની આવક ઘણી વધી છે. સુથાર અને લુહાર કારીગરો યુદ્ધના ગાળા (૧૯૩૯-૪૫) દરમ્યાન માસિક રૂ. ૧૦૦૧૨૫ મેળવતા હતા. આમ સંગઠિત કામદારો ને અન્ય કારીગરોની સ્થિતિ સુધરી છે, પણ ખેતમજૂરો અને અસંગઠિત કામદારોની આવક સંગઠિત કામદારોને મુકાબલે ઓછી રહી છે.... પ્રાથમિક શિક્ષકનું પગાર ધોરણ રૂ. ૨૦-૬૦ આસપાસ ૧૯૪૭ પહેલાં હતું તે વધીને ૪૦-૧૦૦ થયું હતું, જ્યારે માધ્યમિક શિક્ષકનું પગાર – ધોરણ ૧૯૪૮ માં ૭૦-૨૦૦ થયું હતું તે પૂવે’ રૂ. ૪૫–૧૨૦ ના સ્કેલમાં કામ કરતા હતા. પ્રોફેસર રૂ. ૧૫૦-૨૦૦ થી શરૂ કરી ૬૫૦ સુધી પહોંચી શક્તા હતા. શિક્ષણ ખાતાના પગાર ૧૯૧૯ અને ૧૯૬૧ માં ફરી વધ્યા હતા, પણ મોંઘવારીને કારણે બે છેડા મેળવવાનું કામ નાના નોકરિયાતે ખેતમજુર વગેરે માટે મુશ્કેલ હતું,
સને ૧૯૫૪-૫૫ માં ગુજરાતની વાર્ષિક રાષ્ટ્રિય આવક રૂ. ૪૬.૯૫ કરોડ અને માથાદીઠ વાર્ષિક આવક રૂ. ર૭ર હતી.
રાષ્ટ્રિય આવકને મુખ્ય આધાર ખેતીવાડી તથા પશુપાલન ઉપર છે. ખેતીની આવક પૈકી પશુપાલનને હિસ્સો ૪૦ ટકા જેટલું છે.
સને ૧૯૫૪-૫૫ થી ૧૯૫૯-૬૦ દરમ્યાન ગુજરાતની માથાદીઠ આવક રૂ. ૨૬૭ થી ૩૨૬ રહી હતી તેમાં વધારો કે ઘટાડો મુખ્યત્વે ખેતીની સ્થિતિ અનુસાર થત. ચોમાસું ૧૯૫૭-૫૮ માં નબળું જતાં સાવકમાં ઘટાડો થયેલ હતે. જિલ્લાવાર માથાદીઠ આવક ૧૯૫૫–૫૬ માં ૧૯૪.૯ થી ૪૬૧.૮ હતી.
જિલ્લાવાર માથાદીઠ આવકના આંકડા જોતાં સ્પષ્ટ થાય છે કે જિલ્લાની આવકમાં અસમાનતા ઘણું છે. ગુજરાતની આ વરસની માથાદીઠ આવક કરતાં બનાસકાંઠા ખેડા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા રાજકોટ જુનાગઢ સુરત અને ડાંગની માથાદીઠ વાર્ષિક આવક ઓછી છે, આથી સ્પષ્ટ છે કે ગુજરાત સમૃદ્ધ છે, વેપાર-ધંધામાં આગળ છે, એવી માન્યતા ભ્રામક છે. ખરી રીતે પંજાબહરિયાણા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર પછી એનું સ્થાન આવે છે. ગુજરાતમાં ૧૪ ટકા આદિવાસી, ૭ ટકા હરિજને અને ૧૦ ટકા ઇતર આર્થિક પછાત જાતિના છે. કુલ ૩૧ ટકા સતાવાર રીતે પછાત છે, જેની માથાદીઠ આવક ઘણી ઓછી છે. ગુજરાત નહેર, રસ્તા, વીજળીનું ઉત્પાદન વગેરેમાં સમગ્ર ભારત તથા કેટલાક રાજ્ય કરતાં પાછળ છે. સસ્તી વીજળી એ ગુજરાતને પ્રાણપ્રશ્ન છે.