Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૮
આઝાદી પહેલાં અને પછી
માણસને રેશજી મળતી હતી. ઈંટ અને લાદી બનાવનારા ૧૧,૪૯૭ એકમા દ્વારા ૪૦,૪૪૧ લોકોને રોજી મળતી હતી.
રંગનાં કારખાનાં જામનગર ભાવનગર મારી અમદાવાદ વગેરે સ્થાએ આઝાદી પૂર્વે આવેલાં હતાં. ત્યારબાદ વલસાડ નજીક “અતુલ”નું કારખાનું ૨૯ જાતના ઍસિડ, ર ંગા, સલ્ફર બ્લેડ, જેડ–ગ્રીન વગેરે રંગો બનાવે છે. ૧૯૬૧ માં બધા પ્રકારના રંગાનું ૨,૪૮૫ ટન ઉત્પાદન થયુ હતું. વડોદરા અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં કેટલાંક નાનાં કારખાનાં આવેલાં છે.
દવાના ઉદ્યોગ વડોદરા અમદાવાદ અતુલ આણંદ નડિયાદ ભાવનગર વરતેજ રાજકોટ સુરત વગેરે સ્થળાએ વિકસ્યા છે. અતુલમાં લેડરલીના સહયાગથી એન્ટિબાયોટિક વગેરે દવાઓ બને છે. વડોદરામા ઍલેમ્બિક અને સારાભાઈ કમ્પની (સ્ક્રીબનાં સહકારથી) વિટામિન્સ, ઍન્ટિબાયેટિક દવાઓ, ફીન, ખથીલ કલારાઈડ તથા ૧૦૦ જાતની દવાઓ બનાવે છે. અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતોમાં ભારતની મોટા ભાગની દવાની કમ્પનીઓએ પેાતાનાં કારખાનાં નાખ્યાં છે. દવાની કુલ ૧૦૮ કમ્પની અમદાવાદ ખેડા વડોદરા સુરત રાજકોટ ભાવનગર વગેરે જિલ્લામાં છે. ૧૯૬૦ માં તેએનુ રૂ. ૧૩.૯૦ કરોડનું રોકાણ હતું. અને ૭,૮૩૩ લાક રાજી મેળવતા હતા. ૧,૧૦૧ ફાર્માલૅજિકલ દ્રવ્ય, ૧૪૭ ફાઇન કેમિકલ દ્રવ્ય, ૮૮૭ પેટન્ટ વગેરે દ્રવ્ય અને ૫૭ તર દ્રવ્ય એમ કુલ ૨,૧૯૨ દ્રવ્ય બનાવાતાં. એની કિ ંમત રૂ. ૧૮.૧૦ કરાડ હતી.
ડેરી-ઉદ્યોગના વિકાસ ખેડા અને મહેસાણા જિલ્લામાં થયા છે. ખેડા અને અમાવાદ જિલ્લામાં ૩૭ અને ૧૬ ક્રીમરી છે. પોલસન ડેરી થી માખણ વગેરેનું દૂધ ઉપરાંત મોટા પાયા ઉપર ઉત્પાદન કરતી હતી. મલાઈ કાઢી લીધેલા દૂધમાંથી કેસિન બનાવાય છે. આણુ થી ૧૯૪૧ થી દૂધ પેસ્ચ્યુરાઇઝ કરીને મુંબઇ મેાલાય છે. આણંદની અમૂલ ડેરી સહકારી ધરણે દૂધ મેળવી માખણ ઘી તેમ દૂધના પાઉડર વગેરે બનાવે છે. મહેસાણાની સાગર-ડેરી આ ધારણે કામ કરે છે. -ભાવનગર રાજકોટ પાલનપુર જૂનાગઢ વડોદરા અમદાવાદ વગેરે સ્થળેાએ જિલ્લા ઉત્પાદક સંઘે ડેરીનુ સચાલન કરે છે. આ ઉપરાંત માવે। અને થ્રી કચ્છ સુરેદ્રનગર ખેડા મહેસાણા જૂનાગઢ વગેરે જિલ્લામાં બને છે.
મત્સ્ય-ઉદ્યોગના વિકાસ આઝાદી બાદ થયા છે. ૧૯૪૭-૪૮ માં તળ–ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનુક્રમે ૩,૯૫૮ અને ૩,૬૬૭ ટન માછલી પકડવામાં આવી હતી, જેની કિ ંમત અનુક્રમે રૂ ૧૮ અને ૧૬.૨ લાખ હતી. ૧૯૫૯-૬૦ માં ૨.૬ કરોડની કિંમતની ૮૫,૦૦૦ ટન માછલી પકડવામાં આવી હતી તે પૈકી ૮૫ ટકાની