Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૭૫
નારાયણદાસ પત્તમદાસ, ચિમનલાલ નગીનદાસ, તુલસીદાસ ક્લિાચંદ, પ્રાણલાલ દેવકરણ નાનજી, મોરાબજી પિચખાનવાલા વગેરેએ મહત્વનો ફાળો આપ્યો છે.
પેરબંદરના રાણા નટવરસિંહજીએ ૧૯૨૫ માં રિબંદર સ્ટેટ બેન્ક વેપાર ઉદ્યોગ તથા બંદરના વિકાસ માટે સ્થાપી હતી. ૧૯૪૮ સુધી એને અંકુશ રાજાને હતે. ૧૯૫૦ માં એને સ્ટેટ બેન્ક ઑફ સૌરાષ્ટ્ર સાથે જોડી દેવામાં આવી હતી.૪૭ જૂનાગઢ રાજ્ય રૂ. પાંચ લાખની મૂડીથી ૧૯૩૩-૩૪ માં જૂનાગઢ સ્ટેટ બેન્ક શરૂ કરી હતી. વધારે જવાબદારી સંભાળવાની અશક્તિને કારણે બેન્ક ઓફ ઈન્ડિયાએ એને વહીવટ સંભાળી લીધું હતું. રાજકોટ જિલ્લામાં રાજકોટ અને વાંકાનેર રાજ્ય રાજકોટ સ્ટેટ અને વાંકાનેર સ્ટેટ બૅન્કની સ્થાપના કરી હતી. વાંકાનેર બૅન્ક ૧૯૪૫ માં સ્થપાઈ હતી ૪૮ પાલીતાણા રાજ્ય પણ સ્ટેટ બૅન્ક શરૂ કરી હતી. લીંબડી રાજને બૅન્ક સ્થાપી હતી. સૌરાષ્ટ્રના મુંબઈ સાથે જોડાણ બાદ લીંબડીની બૅન્કને સહકારી બેન્કમાં ફેરવી નાખવામાં આવી હતી.૪૦ વડિયા રાયે ૧૯૩૬ માં વડિયા બૅન્કની સ્થાપના કરી હતી. આ બૅન્કને ૧૯૫૦ માં સૌરાષ્ટ્ર બેન્કની શાખામાં ફેરવી નાખવામાં આવી હતી.૫૦ દેવગઢ બારિયા રાયે ૧૯૨૧ માં “શ્રી દેવગઢ બારિયા સ્ટેટ બૅન્કિંગ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું હતું.૫૧ બેન્ક ઓફ બડીદા(૧૯૦૮ માં એની સ્થાપના)એ ૧૯૧૧ થી ૧૯૪૭ દરમ્યાન મહેસાણુ પાટણ સિદ્ધપુર કલેલ કડી હારીજ વિસનગર ઊંઝા વિજાપુર ડાઈ કરજણ પેટલાદ અમરેલી દ્વારકા નવસારી વ્યારા બીલીમેરા ભાવનગર મીઠાપુર અને કપડવંજમાં શાખાઓ ખોલી હતી. ભાવનગર દરબાર બૅન્ક આઝાદી પૂર્વે ભાવનગર રાજ્યની ટ્રેઝરીનું કામ સંભાળતી હતી.
૧૯૧૭ થી ૧૯૩૬ દરમ્યાન સૌરાષ્ટ્રનાં મુખ્ય દેશી રાજ્યનાં બંદરોના વિકાસ સાથે વેપાર-ઉદ્યોગને વિકાસ થયે એમાં આ બૅન્કોને ફાળો વિશેપ હતે.
ગુજરાતના પાંચ બ્રિટિશ જિલ્લાઓમાં તથા વેસ્ટ ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીના મથક રાજકેટમાં પ્રેસિડેન્સી બૅન્ક ઑફ બૉમ્બેની શાખાઓ ભરૂચ સુરત રાજકોટ અમદાવાદ નડિયાદ અને ગોધરામાં હતી. ૧૯૨૧ માં ઉપયુક્ત બૅન્કની મદ્રાસ મુંબઈ અને કલકત્તાનાં મુખ્ય મથક નીચે આવેલી બધી શાખાઓનું એકીકરણ થતાં એને ઈમ્પીરિયલ બૅન્કનું નવું નામ મળ્યું.પર આઝાદી બાદ આ બૅન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તરીકે ૧-૭-૧૯૫૫ થી ઓળખાય છે. યુકો બેન્ક ૧૯૪૩ માં સ્થપાઈ હતી.