Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
२७३
દરિયાઈ માગ
૧૯૩૦-૩૬ દરમ્યાન સૌરાષ્ટ્રનાં બંદરોને અભૂતપૂર્વ વિકાસ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એને વેપાર ખોરવાઈ ગયું હતું. કરાંચીની ખોટ પૂરી કરવા આઝાદી બાદ કંડલા વિકસાવાયું છે. ૧૯૫૧-૫૨ માં એની આયાતનિકાસ ૧,૩૧,૪૩૭ ટનની હતી. ૧૯૬૦ માં એ વધીને ૧૧,૨૩,૫૭૬ ટન થઈ હતી. અનાજ ખાતર ફૂડ-ઈલ વગેરે આવે છે અને મીઠું નિકાસ થાય છે. આ બંદર મુખ્યત્વે આયાતી બંદર છે. પહેલી યોજનાની શરૂઆતમાં (૧૯૫૧ માં) ગુજરાતનાં બંદરોએ ૬,૪૫,૧૩૩ અને ૬,૨૯૧૩૭ ટન માલની અનુક્રમે આયાત અને નિકાસ હતી તે વધીને ૧૯૬૦-૬૧ દરમ્યાન અનુક્રમે ૭,૬૨,૯૭૬ અને ૧૨,૭૪,૭૪૮ ટનની થઈ હતી. બેડી નવલખી સિક્કા ઓખા પોરબંદર વેરાવળ અને ભાવનગરમાં લોકગેટની રચનાથી સ્ટીમરે બંદરે ગમે ત્યારે સીધી ધક્કા ઉપર આવે છે. ૧૮ મધ્યમ કક્ષાનાં બંદરો પૈકી ૧૧ મધ્યમ કક્ષાનાં બંદર, ૧૨૬ લઘુ બંદરે પૈકી ૪૨ લઘુ બંદરો અને ૬ મેટાં બંદરે પૈકી એક મોટું બંદર ગુજરાતમાં આવેલ છે. ખેળ સીંગદાણું રસાયણ સિમેન્ટ મીઠું પથ્થર બેન્ટોનાઈટ ડુંગળી લસણ વગેરેની નિકાસ થાય છે, જ્યારે ખાંડ અનાજ ફૂડઆઈલ ખાતર કોલસા વગેરેની આયાત થાય છે. ૪૧ હવાઈ માર્ગ
આઝાદી પૂર્વે ૧૯૩૮ થી ભાવનગર મુંબઈ સાથે હવાઈ માર્ગે જોડાયેલું હતું. ટપાલ અને પેસેન્જરની હેરફેર થતી હતી તાતા અને અંબિક એર-સર્વિસ દ્વારા અમદાવાદ અને વડોદરા મુંબઈ અને દિલ્હી સાથે જોડાયેલાં હતાં. આઝાદી બાદ ભાવનગર અમદાવાદ કેશોદ રિબંદર જામનગર રાજકોટ ભૂજ કંડલા વગેરે મુંબઈ સાથે જોડાયેલાં છે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે સીધે વિમાની વ્યવહાર છે. ગુજરાતમાં ૧૪ વિમાનઘર અને વિમાની પટ્ટી આવેલાં છે. ધ્રાંગધ્રા અમરેલી ડીસા મીઠાપુર વગેરેમાં વિમાની પટ્ટીઓ છે, જેને પ્રસંગોપાત્ત ઉપયોગ થાય છે. ૪૨ આકાશવાણી
૧૯૪૭ થી વડોદરાનું રેડિયો સ્ટેશન અસ્તિત્વમાં આવ્યું છે. ત્યારબાદ ૧૬-૪-૧૯૪૯ થી અમદાવાદનું રેડિયો સ્ટેશન શરૂ થયું છે. ૪-૧-૧૯૫૫ થી રાજકોટનું રેડિયો સ્ટેશન શરૂ થયેલ છે. ત્યારબાદ ભૂજને સરહદી વિસ્તાર અને એની વિશિષ્ટતા ગણીને અલગ સ્ટેશન અપાયું છે.૪૩ . ૧૮