Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
२१०
આઝાદી પહેલાં અને પછી
વિસ્તાર ૧૪,૦૯,૭૧૬ એકર હતું અને મહેસૂલની રકમ રૂ. ૧૫,૨૩,૪૨૮ પૈકી સરકારને તેઓ રૂ. ૬,૨૬,૫૭૮ દર વરસે ભરતા હતા. તાલુકદારોની સંખ્યા ૨.૮૬૮ હતી ૧૯૪૯ માં આ પદ્ધતિ નાબૂદ કરાઈ હતી. કપડવંજ તાલુકાનું ગામ કુલકણ વતન તરીકે હતું. ૧૯૫૬ માં આ હક નાબૂદ કરાયા હતા. ૧૫૪૮ માં વટવા ગામને વજીફે ગુજરાતના સુલતાન મહમૂદશાહે કુખેઆલમને આપ્યો હતો. વજીફાની રકમ રૂ. ૮૫૦૦ બ્રિટિશ સરકારને ભરાતી હતી. ૧૯૫૦ માં વફાદારી–પ્રથા રદ કરાઈ હતી. સરકારની ખાસ સેવા બદલ ગામ કે જમીન ઈનામ અપાયેલ, આ હક ૧-૮-૫૩ થી રદ કરાયો હતે. વડોદરા રાજ્યમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ ૧૩૫ વતનદાર કરતા હતા તેમની પાસે ૪૭,૫૯૦ વીઘા જમીન હતી અને રૂ. ૬,૨૩૭ રોકડ રકમ અપાતી હતી. ૧૯૫૩ માં આ પદ્ધતિ રદ કરાઈ હતી. ઓખા-- મંડળના સ્વાતંત્ર્યપ્રિય વાઘેરોની ૧૮,૫૯૨ એકર જમીન હતી તેની સલામી તરીકે નામની રૂ. ૬૨૫ રકમ તેઓ ભરતા હતા. આ જમીનના ૧૦,૦૦૦ વાઘેર અને વાઢેલ જમીન-માલિક હતા ૧૫૩ માં સલામી-હક નાબૂદ થયા હતા. આ જમીન ૨૦ ગામોમાં આવી હતી. આંકડિયા-પ્રથા વડોદરા ઈડર માલપુર વાડાસિનેર લુણાવાડા અને દેવગઢ-બારિયાના જંગલ અને ડુંગરાળ વિસ્તારનાં ૧૫ર ગામમાં હતી. ૧૦ થી ૩૦ વરસને ચોક્કસ મહેલને આંકડો નક્કી કરાયું હતું. ૧૫૩માં આ પ્રથા નાબૂદ કરાઈ હતી. મતાદારી-પ્રથા બાવીસી ગઢવાડા વાત્રકકાંઠાનાં ૧૩૦ ગામમાં પ્રચલિત હતી, જેને વિસ્તાર ૧૨ ચો. મા. હતા. સરકારને રૂ. ૪૭,૯૦૦ આપતા હતા. ૧૯૫ર માં આ પદ્ધતિ રદ થઈ હતી. મૂળ ગરાસની પ્રથા અમરેલી જિલ્લાનાં ૧૦ શાખાં અને ૯૮ ખાલસા ગામના અમુક વિસ્તારમાં પ્રચલિત હતી. કાઠી અને સૈયદ મૂળ ગામધણી હતા, પણ એમના રક્ષણ માટે ગાયક્વાડને ઘણાં ગામ આપી દીધાં હતાં. મૂળ ગરાસિયાઓની સંખ્યા ૫૪૫ હતી. આ પ્રથાને ૧૯૪૯ માં તાલુકદારી-પ્રથા સાથે અંત આવ્યો હતે. ગામની સેવા માટે હજામ કુંભાર સુથાર લુહાર બ્રાહ્મણ કાઝી વગેરેને કેટલીક જમીન તેમ અમુક રકમનું વર્ષાસન અપાતું હતું. ૯,૬ ૫૩ વ્યક્તિઓને આ હક્ક ૧૯૫૪ માં રદ કરાયા હતા. રાજકુટુંબના માણસોને નિર્વાહ માટે અથવા પરાક્રમ દાખવવા બદલ દેશી રાજ્યમાં અમુક ગામ જાગીર તરીકે અપાતાં હતાં. ઈડર પાલનપુર લુણાવાડા દાંતા માલપુર સંતરામપુર વગેરેમાં સરદારોને લશ્કરી સેવા બદલ આવાં ગામ અપાયાં હતાં. આવી ૭૩ જાગીરને હક ૧૯૫૩ માં નાબૂદ કરાયું હતું. સૌરાષ્ટ્રમાં ૩૩,૦૦૦ ગિરાસદારોની ૧,૭૨૬ ગામમાં ૨૯ લાખ એકર જમીન હતી. ૧–૯–૫૩ થી આ ગિરાસદારી પ્રથાને અંત આવ્યો હતો. ઘરખેડ