Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
२१७
વડેદરા રાજ્ય ઓખા બંદરને વિકસાવવાની ૧૯૨૬માં શરૂઆત કરી અને બ્રેક-વોટર, ૪૦૦ ફૂટને ધક્કો, ગોદામ વગેરે પાછળ રૂ. ૪૫,૮૦,૯૩૪ ખચી એને આધુનિક બનાવ્યું. જામનગર રાયે રૂ. ૧૬૬ લાખ ખચીને બેડી બંદરને અદ્યતન સગવડવાળું બનાવ્યું. વેરાવળ ની સુધારણું માટે ૧,૨૦૦ ફૂટને દરિયામાં પુસ્તે બાંધીને એ સગવડ વધારી જૂનાગઢ રાજ્ય ૧૯૩૫ સુધીમાં રૂ. ૨૯,૧૫,૩૯૯ ખર્યા હતા. ભાવનગર રાજ્ય ૧૯૩૩ માં રૂ. ૨૭ લાખ ખચી બંદરની સગવડ વધારી, ત્યારબાદ સુવા ગામ પાસે નવું બંદર રૂ. ૪૦ લાખના ખર્ચે બાંધ્યું. મેરબી રાજ્ય નવલખીના બંદરને વિકાસ સાથે અમદાવાદ અને ઉત્તર હિંદ માટે સૌરાષ્ટ્રનું આ બંદર સૌથી નજીક હોવાથી એ આયાતી બંદર તરીકે વિકસ્યું. ખંભાતના નવાબે ૧૯૩૨ માં ખ ભાતને વિકસાવવા પ્રયત્ન કર્યો હતે. અંબિકા ઉપરના બીલીમોરાને વડોદરા રાજ્ય વિકસાવવા પ્રયત્ન કર્યો હતે.
કચ્છ રાજ્ય કસ્ટમ યુનિયનમાં ન જોડાવાને કારણે તથા રેલવે દ્વારા હિંદના અન્ય ભાગો સાથે જોડાવાને કારણે માંડવી તૃગ જખૌ મુંદ્રા વગેરેને વેપાર ઘટી ગયું હતું. ૧૯૩૧ માં મહારાવ ખેંગારજીએ કંડલાની ખાડી ઉપર ૩૦૦ વારની આર. સી. સી. જેટી બાંધીને એના વિકાસ માટે પ્રયત કર્યો હતે. ૧૯૩૦-૪૦ દરમ્યાન અવારનવાર સ્ટીમરે અહીં આવતી હતી. માંડવી આફ્રિકા સાથેના પેસેન્જર-વ્યવહારનું મથક હતું. સૌરાષ્ટ્રમાં પોરબંદર આવું મથક હતુ. ૧૯૩૦-૩૬ દરમ્યાન સૌરાષ્ટ્રના બંદરી વેપારને અભૂતપૂર્વ વિકાસ થયો હતે.
ભાવનગરનું બંદર બધી ઋતુઓ માટે ઉપયોગી છે અને કિનારે સ્ટીમર સીધી લાંગરી શકે છે. ૧૯૩૧-૧૯૩૫ દરમ્યાન એને વેપાર ચરમ સીમાએ પહોંચ્યા હતા. ભાવનગર લાકડું, લોખંડ, પરચૂરણ હાડવેર અને ખાંડના વેપારનું વિતરણ-કેદ્ર બન્યું હતું, જ્યારે રૂ ભૂતડ અનાજ તેલીબિયાં ડુંગળી પથ્થર વગેરેની નિકાસ થતી હતી. સમગ્ર ભાવનગર રાજ્યનાં બધાં બંદરોને કુલ રૂ. ૬૬૮૬,૭૫૬ને દરિયાઈ વેપાર હતું, જે પૈકી પરદેશે સાથે વેપાર રૂ. ૩,૩૮૦૬,૧૯૯ને હતું. ૧૯૩૫-૩૯ દરમ્યાન એને વેપાર ઘટીને લગભગ સવા ચાર લાખને થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આ વેપાર ખૂબ ઘટી ચાર લાખથી પણ ઓછો હતે.
વેરાવળને ઈ. સ. ૧૯૦૨ થી ૧૯૭૮ સુધીનું સરેરાશ વાર્ષિક વેપાર બે કરોડ ઉપરાંતને હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૪૨-૪૩ માં એની આયાત રૂ. પર હજારની અને નિકાસ રૂ. ૧,૯૪,૪૩,૦૦૦ ની હતી. મચ્છી ડુંગળી ઘી અનાજ અને રૂની મુખ્યત્વે વિકાસ હતી.