Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫૭ : લાકડાના હળને ઉપયોગ પ્રચલિત છે. લોખંડનાં ફળ ભાવનગર અને મહેસાણા જિલ્લાઓ સિવાય ઓછાં વપરાય છે. ટ્રેક્ટર ઓઈલ–એન્જિન વગેરે સાધનને ઉપયોગ પણ ઓછો થાય છે. ખેતીની જમીનનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે છે, જ્યારે તળ-ગુજરાતમાં વારસ-પદ્ધતિને કારણે પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા વિશેષ છે. જમીન એકીસાથે ન હોવાથી ટુકડા પાછળ મહેનત ઓછી લેવાય છે ને જમીન સુધારાતી નથી. ૧૯૨૦, ૧૯૩૩ અને ૧૯૪૭ ને જમીનનું એકીકરણ કરવા અને ટુકડા ઉપર પ્રતિબંધ મૂકતા કાયદા થયા છે, પણ એને પૂરતે અમલ થયે નથી.
સારી ખેતી માટે સમયસર બિયારણ ખાતર અને અદ્યતન સાધનની જરૂર રહે છે. મોટા ભાગના ખેડૂત અગાઉ સ્થાનિક શાહુકાર અને વેપારીઓ ઉપર આધાર રાખતા હતા, પણ ખેતધિરાણ કરતી સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવતાં ખાતર અને બિયારણ સભ્યોને મળે છે, આમ છતાં સહકારી પ્રવૃત્તિ પૂરતા પ્રમાણમાં વિક્સી ન હોવાથી ખેડૂત સ્થાનિક વેપારી ઉપર આધાર રાખે છે તેથી લાંબા ગાળાના ધિરાણ માટે જમીન વિકાસ બૅન્ક મદદરૂપ થાય છે, પણ એને પૂરતે લાભ લેવાતું નથી. ખેડૂતે કેટલીક વાર ધિરાણ મેળવીને સામાજિક પ્રસંગોમાં વાપરી નાખતા હોય છે ને ધિરાણને હેતુ માર્યો જાય છે. ઋણ–રાહત ધારાને કારણે શાહુકારનું ધિરાણ ઓછું થયું છે, પણ ખાનગી મેટા ખેડૂતો દ્વારા ધિરાણ અને શોષણ થાય છે એટલે ધિરાણની અગવડને કારણે ઉત્પાદન ઉપર વિપરીત અસર થાય છે. પાક તૈયાર થાય ત્યારે મોટા ભાગે સ્થાનિક વેપારીઓને એને પાક વેચે છે અથવા નજીકના શહેરમાં વેચાણ માટે જાય છે. પાક બજારમાં આવે ત્યારે એના ભાવ નીચા રાખવા વેપારીઓ પ્રયત્નશીલ હોય છે. માર્કેટ યાર્ડ તથા સહકારી મંડળી દ્વારા પાક સંધરવાની વ્યવસ્થા થાય તે ખેડૂતને વાજબી ભાવ મળે અને વધુ ઉત્પાદન તરફ વળે, પણ માર્કેટ યાર્ડ અને નિયંત્રિત બજારની સગવડ થેડાંક શહેરે પૂરતી મર્યાદિત છે એટલે સ્થાનિક વેપારીને આશ્રય લેવાની ખેડૂતને જરૂર પડે છે. અગાઉ ખેડૂતો અભણ અને વધુ રૂઢિચુસ્ત હતા તેથી નવી પદ્ધતિ તેમ સાધનો અને બિયારણ અપનાવવા તૈયાર થતા ન હતા. એમને માર્ગદર્શન મળી રહે એ માટે નિદર્શન કે આદર્શ ફામ પણ ઓછાં હતાં. હજી આ ઉપરાંત સામાજિક પ્રસંગોએ ખૂબ ખર્ચ કરવાની ટેવ ઘટવાને બદલે વધવા લાગી છે. ખેડે તે જમીનને સિદ્ધાંત અપનાવ્યું એ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩૩ થી ૫૦ ટકા જમીન ગિરાસદારો પાસે હતી. એમાં ખેડૂતોનું શેષણ
૧૭.