Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫૩
આવ્યાં છે. આઝાદી બાદ સૌરાષ્ટ્રમાં મોટાં શહેરમાં જ માપખ`ધી હતી અને અમુક મર્યાદિત આવકવાળાને જ અનાજ કાપડ ખાંડ વગેરે મળતાં હતાં તે ઉપરાંત ખુલ્લા બજારમાંથી પણ જીવન-જરૂરિયાતની વસ્તુઓ મળી શકતી હતી. ૧૯૫૪ માં આખા દેશમાંથી માપબંધી ઉઠાવી લેવામાં આવી અને અનાજ વગેરેની હેરફેર ઉપરના અંકુશ દૂર થતાં ખેતીની પેદાશના ભાવા ઉપર અસર થઈ અને ખેડૂતને વાજબી ભાવ મળતાં અનાજ તથા અન્ય વસ્તુ સુલભ થઈ હતી. તળગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રકારની સસ્તા અનાજની દુકાન શરૂ કરી આર્થિક રીતે નબળા વર્ષાંતે સરકારે સહાય કરી હતી. આઝાદી પછી ૧૯૪૮ માં સમગ્ર ગુજરાતમાં સખત દુકાળ પડયો હતેા. ૧૯૪૯-૫૦ માં ભીને દુકાળ પડયો. ૧૯૫૧ ૧૯૫૨, ૧૯૫૭-૫૮ અને ૧૯૫૯ માં રાજ્યના કેટલાક ભાગેામાં દુકાળ પડયો હતા. આ પ્રસ ંગે રાહત-કાય' કરી, ઘાસચારાની આયાત કરી મનુષ્યા અને પશુઓનો જાનહાનિ અને સંકટ દૂર કરવામાં આવ્યાં હતાં. ખેડે તેતી જમીન'ની નીતિ અપનાવી ગણાતિયાએને જમીન-માલિકે બનાવ્યા અને ખેડૂતને ઋણરાહત વગેરે દ્વારા તથા ધિરાણની સગવડ પૂરી પાડી શાહુકારના પંજામાંથી મુક્ત કરાવ્યા હતા. સંગઠિત મજૂરાને મેાંધવારી પ્રમાણે એમના વેતનમાં વધારો થયા છે. વીજળીનુ ઉત્પાદન વધતાં ગામડાંઓનુ વીજળીકરણ થયું છે. ખેતી માટે વીજળી ઉપલબ્ધ થઈ છે. શિક્ષણનુ પ્રમાણ ખૂબ વધ્યુ છે. આદિવાસી હરિજના તથા અન્ય પછાત વર્ગોના ઉત્કર્ષ માટે આશ્રમશાળાએ સ્કોલરશિપ પુસ્તકો ગણવેશ વગેરેતી સહાય દ્વારા શિક્ષણ લઈ શકે તેવી સગવડ અપાઇ છે. અસ્પૃયતા–નિવારણ માટે ધારા ઘડાયા છે અને નેકરીમાં પણ એમની ટકાવારી નક્કી કરી નીચલા વર્ષાંતે સરકારી સહાય કરાઈ છે. અસંગઠિત ખેતમજૂરા આદિવાસી વગેરેની સ્થિતિ હજી પૂરેપૂરી સુધરી નથી. ગામડાંઓમાં ખેતી સિવાય બીજા ઉદ્યોગ ન હોવાધી ખેતમજૂરાને ૬-૮ માસ કામ મળે છે, બાકીના સમય તેઓ બેકાર રહે છે. કાળુ નાણું તથા નાણાના ફુગાવાને કારણે ભાવવધારો રોકી શકાયા નથી તેવી બાંધી આવકવાળાની સ્થિતિ યાતનાપૂર્ણ બની છે. ધનિક વધુ ધનિક બન્યા છે અને ગરીબ વધુ ગરીબ બન્યા છે.
૨. ખેતી
ગુજરાતમાં મોટા ભાગના લોકોને આધાર ખેતી ઉપર છે. સને ૧૯૭૧ પહેલાં ૮૦ ટકા ઉપરાંત લેાકેાની આજીવિકાને આધાર ખેતી ઉપર હતા. ૧૯૭૧ માં કુલ ૭૬,૩૫,૭૧૫ વસ્તી હતી અને ૩૫,૧૦,૦૧૨ કામ કરનારાએ પૈકી ૭૩