Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫૧
ભાવવધારાના લાભ ખેડૂતો અને વેપારીઓને મળ્યા હતા, પણ નાના ખેડૂતોની માલ લાંબા વખત સુધી સંગ્રહી રાખવાની શક્તિ ન હોવાથી તથા ખેતીધિરાણ મ ંડળીઓ વગેરેનો વિકાસ થયા ન હેાવાથી એમનું શાષણ વેપારીઓ તથા શાહુકારો દ્વારા થયું હતું. શાહુકારનુ દેવુ ચૂકવવા બજાર-ભાવ કરતાં પણ એછા ભાવે પોતાના માલ વેચી નાખવાની ખેડૂતોને ફરજ પડી હતી અને તે દેવાદાર બન્યા હતા. મુંબઈ પ્રેવિન્શિયલ બૅન્ક સમિતિના ૧૯૨૯ ના અહેવાલ મુજબ ગુજરાતના બ્રિટિશ શાસન તળેના પાંચ જિલ્લાના ખેડૂતોનું દેવું રૂ. ૭૫ લાખ હતું. ભાવનગર રાજ્યની ઋણરાહત સમિતિના અંદાજ (૧૯૩૩-૩૪) પ્રમાણે જમીનના પ્રત્યેક એકરદીઠ ભાવનગર રાજ્યના ખેડૂતનું દેવુ રૂ. ૧૮ હતું. ઉત્તર ગુજરાતના ખેડૂતનુ દેવુ એકરદીઠ રૂ. ૨૦ હતુ, જ્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતનુ એકરદીઃ રૂ. પર હતું. વાદરા રાજ્યની તપાસ સમિતિએ ૧૯૧૮-૧૯ માં વડોદરા રાજ્યના ખેડૂતાના દેવાની રકમ રૂ. ૮ કરોડ અંદાજી હતી. ત્યાર પછી ૧૯૨૯ ની મદીના કારણે એમાં અનેકગણા વધારો થયા હશે. ભારતમાં ૧૯૩૦-૩૮ ના ગાળામાં ખેડૂતાના દેવામાં ૧૦૦ ટકા વધારા થયા તે એટલે ગુજરાતમાં પણ આવે! વધારા થયા હશે જ. દેવાના કારણે ખેડૂતને ગામડુ છોડી શહેરમાં મજૂર થવા ફરજ પડતી હતી અને એની જમીન બિનખેત શાહુકારના હસ્તક ગઈ હતી. સને ૧૯૨૬ થી ૧૯૩૭ દરમ્યાન ગુજરાતના બ્રિટિશ શાસન નીચેના પાંચ જિલ્લાઓમાં ખેડૂતાએ ૧,૪૨,૦૦૦ એકર જમીન ગુમાવી હતી, જ્યારે બિનખેડૂત જમીન-માલિકોની સંખ્યા ૭૫,૦૦૦ થી વધીને ૧,૧૦,૪૦૦ થઈ હતી. ગ્રામવિસ્તારમાં પશુપાલન સિવાય અન્ય ઉદ્યોગ ન હોવાથી દર વરસે વધતી વસ્તીના કારણે ખેતીની જમીન ઉપરનું ખાણું વધ્યું હતું. ખેતીના આધાર મુખ્યત્વે વરસાદ ઉપર હોવાથી ખેડૂત તથા ખેત-મજૂરો વરસના છ માસ સુધી કામમાં રાકાયેલા રહેતા, બાકીના સમય તે અભૂખમરાની સ્થિતિમાં વિતાવતા હતા. માત્ર ધનિક અને મધ્યમ વર્ગના પગારદાર લોકોની સ્થિતિ સ ંતાષકારક હતી.
"
ગુજરાતમાં મિલ-ઉદ્યોગ સિવાય અન્ય ઉદ્યોગ, જેવા કે માટીકામ-ઉદ્યોગ રંગ-રસાયણુ અને દવા-ઉદ્યોગ વગેરેની શરૂઆત થઈ હતી. ૧૯૩૪ માં એટાવા મુકામે થયેલા કરાર મુજબ શાહી પસ ંદગીની નીતિ ચાલુ રહી હતી એટલે પરદેશના ઉદ્યોગોને ઉત્તેજન મળવાનુ ચાલુ હતું. મિત્ર-ઉદ્યોગમાં રોકાયેલા કામદારોની સ્થિતિ મજૂર મહાજન જેવી સસ્થાને કારણે સુધરી હતી. ખેતમજૂરો આદિવાસી-ખેડૂતે દૂબળા વગેરેનુ શેષગુ થતુ હતુ. વેઠપ્રથા પણ ગામડાંઓમાં