Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
२४८
મોટા ખેડૂતોને મળ્યો હતો. વપરાશી ચીજોની યુદ્ધ બાદ વધારે માંગ હેવાથી ભાવવધારે ચાલુ રહ્યો હતે. ૧૯૨૩-૨૪ થી રાજીના દર ઘટયા હતા. આ ઘટાડો કુશળ કરતાં બિનકુશળ મજૂરોની રોજીમાં વધારે સેંધાયો હતો. સને ૧૯૨૩-૨૪ થી ૧૯૨૭-૨૮ દરમ્યાન ગુજરાતના કેટલાક ભાગોમાં દુકાળ અને અછતની પરિસ્થિતિ હતી. સને ૧૯૨૭ માં ભારે વરસાદને કારણે નર્મદાની ઉત્તરે આવેલા પ્રદેશથી માંડીને પાલનપુર અને સૌરાષ્ટ્રના ગોહિલવાડ-ઝાલાવાડનાં વિસ્તારોમાં ખેતી અને મિલક્તને ભારે નુકસાન થયું હતું. સરકારે ખેડૂતોને રૂ. ૭૭ લાખ લેન તરીકે ધીર્યા હતા. મકાન માટે સસ્તા દરે પતરાં આપ્યાં હતાં. સરદાર વલ્લભભાઈ પટેલે આ અભૂતપૂર્વ રેલસંકટમાં રાહત કાર્ય હાથ ધરી અમૂલ્ય ફાળો આપ્યો હતે.
૧૯૨૩–૧૯૨૬ દરમ્યાન કાપડ ઉદ્યોગમાં મંદીની શરૂઆત થઈ હતી અને જાપાનની તીવ્ર હરીફાઈને સામને કરવો પડ્યો હતે. રૂ અને કાપડના ભાવમાં ભારે ઊથલપાથલ થઈ હતી. ભારત સરકારની નીતિ પણ ભારતના મિલ-ઉદ્યોગના ભાગે લેન્કેશાયરના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની હતી. કેટલીક મિલે ફડચામાં ગઈ હતી ને કેટલાકના માલિક બદલાયા હતા. એમને ચોખ્ખો નફો ૧૯૨૧ માં રૂ. ૨,૫૧,પ૬,૨૩૦ હો તે ઘટીને ૧૯૨૫ માં રૂ. ૫૫,૯૬,૨૩૮ થઈ ગયે હતિ. ૧૯૨૬ ની ટેરિફ બોર્ડની તપાસ અને ૧૯૨૯ માં હાડીની તપાસ બાદ લેન્કેશાયરની “શાહી પસંદગીને નામે તરફેણ કરી હતી, જેને ૧૯૩૨ માં રિફ બોડે પણ વિરોધ કર્યો હતો. ૧૯૨૩ પછી મજૂરોના પગારમાં કાપ મુક હતું. પરિણામે મજૂરો હડતાળ ઉપર ગયા હતા. આ કાપ ૧૯૨૮માં અમુક અંશે ઓછો થયો હતો.'
૧૯ર૯ થી વિશ્વવ્યાપી મંદીની શરૂઆત થઈ હતી. પરિણામે કરોડ રૂપિયાનાં ચાંદી અને તેનું પરદેશમાં ઘસડાઈ ગયાં હતાં, ખેતીના પાકના ભાવ પણ બેસી ગયા હતા. ૧૯ર૭ માં સૌરાષ્ટ્રનાં રાજ્યની કેટલીક અનિચ્છનીય રીતિનીતિને કારણે ફરી ધંધુકા-વીરમગામની લાઈનરી લાદવામાં આવી હતી અને ભાવનગર સિવાય અન્ય રાજ્યોનાં બંદરોના વિકાસમાં અવરોધ ઊમે થયો હતે. લોખંડ લાકડું વિલાયતી નળિયાં નાળિયેર ખાંડ કાપડ ખજૂર વગેરે ની બહેળા પાયા ઉપર આયાત કરાતી હતી અને એની પશ્ચિમ ભારતના અંદરના ભાગમાં નિકાસ થતી હતી. ચાંદી અને બેસ્ટીના કાપડની દાણચોરી વધી હતી. ૧૯૨૫ થી ૧૯૩૬ ના ગાળામાં સૌરાષ્ટ્રનાં રાજ્યોએ પોતાનાં બંદરોના વિકાસ માટે રૂ. સાડા ત્રણ