Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજ્યતંત્ર
૧૮૧ સમિતિ રચવામાં આવી. ત્યાંની પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓના નિર્ણયથી નવેમ્બર, ૧૯૪૯ માં જૂનાગઢ પણ સૌરાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયું. ૨૪ શામળદાસ ગાંધીને સૌરાષ્ટ્ર સરકારમાં પ્રધાન તરીકે સમાવેશ કરવામાં આવ્યું. વહીવટી માળખું
લગભગ તમામ રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્ય સાથે જોડાઈ જતાં એના વહીવટી નાળખાનું પુનર્ગઠન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રના પ્રદેશને ઝાલાવાડ ગેહિલવાડ સોરઠ હાલાર અને મધ્ય સૌરાષ્ટ્ર એમ પાંચ જિલ્લાઓમાં વહેંચી નાખવામાં આવ્યું. જિલ્લાઓને તાલુકાઓમાં વહેંચવામાં આવ્યા. દરેક જિલ્લા અને તાલુકામાં એકસરખું વહીવટીતંત્ર દાખલ કરવામાં આવ્યું. ઈ. સ. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ ભારતના નવા બંધારણને અમલ શરૂ થતાં સૌરાષ્ટ્ર બ” વગરનું રાજ્ય બન્યું. વિવિધ ક્ષેત્રે સુધારે
ઈ. સ. ૧૯૫ર માં પ્રથમ સામાન્ય ચૂંટણી થતાં કેંગ્રેસને જંગી બહુમતી મળી. રાજાઓનું બળ ઓછું થયું. લેકશાહી સંસ્થાઓને વિકાસ થયે. સરકારી નેકરીઓમાં ભરતી અને બઢતી માટે જાહેર સેવા પંચ(પબ્લિક સર્વિસ કમિશન)ની રચના થઈ. સરકારી નોકરોને સલામતીની ખાતરી આપવામાં આવી. એક્સરખાં પગારધારણ દાખલ કરવામાં આવ્યાં. ન્યાયતંત્રની નવરચના કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં વડી અદાલત(હાઈકોટ)ની સ્થાપના કરવામાં આવી. વિવિધ રાજ્યમાંની રેલવેઓને એક તંત્ર નીચે મૂક્વામાં આવી. સૌરાષ્ટ્ર સરકારનું ગેઝેટ પ્રસિદ્ધ થવા માંડ્યું.
બધા પ્રદેશમાં એકસરખા કાયદા દાખલ કરવામાં આવ્યા. પિલીસતંત્રને આધુનિક સાધનોથી સજજ કરવામાં આવ્યું. બહારવટિયાઓની ટોળીઓને જેર કરવામાં આવી. બહારવટિયા ભૂપતે થોડા સમય સુધી સનસનાટી મચાવી, પરંતુ અંતે એને પાકિસ્તાન નાસી જવાની ફરજ પડી. દેશી રાજ્યોમાં જે વધારે પડતા લાગી અને કરવેરા હતા તે નાબૂદ કરવામાં આવ્યા. વેઠપ્રથા અસ્પૃશ્યતા વગેરે પણ કાયદાઓ દ્વારા દૂર કરવામાં આવ્યાં. સમાજ-કલ્યાણની પ્રવૃત્તિઓને પ્રાધાન્ય મળ્યું. પ્રગતિશીલ કાયદા
ખેતીવાડીના ક્ષેત્રે ખાસ સુધારા અમલમાં મુકાયા. ઈ. સ. ૧૯૫૧ માં સૌરાષ્ટ્ર-જમીનસુધારણ ધારાથી ગિરાસદારી–પ્રથા નાબૂદ કરી ખેડે તેની જમીનની