Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮૪
આઝાદી પહેલાં અને પછી પેટા વિભાગ કે સબ-ડિવિઝનને તાલુકા કે તહસીલે કે મહાલેમાં વિભક્ત કરવામાં આવતા.
ન્યાયતંત્ર
દરેક રાજ્યનું ન્યાયતંત્ર હાઈકોર્ટના હાથ નીચે હતું. ભારતના નવા બંધારણ અનુસાર સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવવાને કારણે હાઈકોર્ટની સત્તાને થોડી અસર પહોંચી હતી.
સામાન્ય રીતે હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં રાજ્યને વિસ્તાર આવતે. હાઇકોર્ટે પાસે રાજ્યની બધી જ અદાલતે અને ટ્રિબ્યુનલે ઉપર નિરીક્ષણની સત્તા હતી.
હાઈકોર્ટની સલાહ લઈ ગવર્નર ડિસ્ટ્રિકટ જજોની નિમણૂક કરતે. એ જ પ્રમાણે “સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન” અને “હાઈકેટ સાથે મસલત કરીને ડિસ્ટ્રિક્ટ જજે સિવાયના ન્યાયતંત્રમાં ગવર્નર નિમણૂક કર.
દરેક જિલ્લામાં એક સિવિલ કેટ હતી અને એને વડે ડિસ્ટ્રિકટ જજ હતે. એના હાથ નીચે ક્રમિક રીતે દીવાની ન્યાયતંત્રના કર્મચારીઓ આવતા હતા. ડિસ્ટ્રિકટના ફોજદારી દાવાઓ માટે સેશન્સ જજ પણ હતું. સેશન્સ જજને કેટલીક વાર ઍડિશનલ(વધારાને) કે આસિસ્ટન્ટ(મદદનીશ) સેશન્સ જજે મદદ કરતા. આ અધિકારીઓ હાઈકોર્ટના જ હાથે નીચે હતા અને તુલનાત્મક રીતે કારોબારીથી સ્વતંત્ર હતા. મેટે ભાગે તેઓ વધારે ગંભીર પ્રકારના ગુનાઓના કેસ જ હાથમાં લેતા હતા.
મૅજિસ્ટ્રેટનાં સત્તાઓ અને કાર્યોના બે ભાગ પાડવામાં આવ્યા હતા: (૧) ન્યાયને લગતાં અને (૨) ન્યાય સિવાયનાં. જેઓ ન્યાયને લગતું કાર્ય કરતા તે બધા જ હાઈકોર્ટની સત્તા નીચે હતા અને જેઓ કાયદાની બાબતમાં ક્ષમતા ધરાવતા હોય તે જ મૅજિસ્ટ્રેટ બની શક્તા.૩૦ omega Blauall (Public Services )
મુંબઈ રાજ્યમાં પબ્લિક સર્વિસ કમિશન” હતું કે જેમાં મુખ્ય બે ભાષા હતી : મરાઠી અને ગુજરાતી. એના ચેરમેન અને બીજા સભ્યોની નિમણૂક ગવર્નર કરતે. એનું મુખ્ય કાર્ય રાજ્યમાં આવેલી બધી જ દીવાની સેવાઓ તેમ હેદ્દાઓ માટે વ્યક્તિઓની પસંદગી કરવાની અને જાહેર સેવાઓ માટે રાજ્યસરકારને સલાહ આપવાની હતી.