Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૩૧
સામાજિક સ્થિતિ
૧૯૩૦ ની ચળવળ પછી સામાન્ય રીતે સ્ત્રી ઘર બહારની પ્રવૃત્તિમાં ભાગ લેતી થઈ હતી, પરંતુ એમના પ્રશ્ન ઊકલ્યા ન હતા. સ્ત્રીઓને જુસ્સો ટકાવી રાખવા અને એમની શક્તિને યોગ્ય ઉપયોગ કરવા માટે એમને સામાજિક સેવા કાર્યમાં સાંકળવાની જરૂર હતી. સ્ત્રીઓના પ્રશ્નોને સમજીને ઉકેલ લાવે તેવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં ન હતી. આ બંનેને સુમેળ સાધીને કોઈ સંસ્થા ઊભી કરવાને
ખ્યાલ મૃદુલાબહેનના મનમાં આકાર લેતું હતું, જે મૂત સ્વરૂપે “જ્યોતિસંઘ' તરીકે વિકસ્યો. સ્ત્રીનું ગૃહ તથા સમાજમાં સમાન સ્થાન, વ્યક્તિ વિકાસ, સ્વનિર્ણયને અધિકાર, આર્થિક સ્વાવલંબન ઇત્યાદિ બાબતે ૧૯૩૪ માં શરૂ થયેલા
જ્યોતિસંધના મુખ્ય ઉદ્દેશ અને પ્રવૃત્તિના કેન્દ્રસ્થાને હતી. “જ્યોતિસંઘ'ની શરૂઆતની પ્રવૃત્તિ સમયે લેકમાનસ એની વિરુદ્ધ હતું. સ્ત્રી સ્વાવલંબી થાય તે કુટુંબ છિન્નભિન્ન થઈ જાય એવી વિચારસરણી ધરાવનાર સમાજ હતા, એમ છતાં સમય જતાં જ્યોતિસંઘની પ્રવૃત્તિઓ વિકસી તથા તેની ભાવનાઓ અને ઉદ્દેશને સ્વાભાવિક સ્વીકાર થયે.૪૩
સ્ત્રીની નીતિમત્તા સાથે સંકળાયેલે બીજો પ્રશ્ન હતો ગેરકાયદેસર બાળકને. સ્ત્રીને વ્યક્તિ તરીકે સ્વીકાર અને અનાથ બાળક એ રાષ્ટ્રની સંપત્તિ છે આ બાબતને સંપૂર્ણપણે સ્વીકાર તે હજુ પણ થયું નથી, એમ છતાં સ્ત્રીને સામાજિક ન્યાય આપવા ખાતર પણ અપરિણીત માતા તથા તેના બાળક માટે સંસ્થાકીય જોગવાઈ કરવી જરૂરી હતી. એમનું સમાજમાં પુન:સ્થાપન તથા અનાથ બાળકે પૂર્ણ નાગરિક તરીકે વિકસે તે પ્રબંધ કરવો તે સમાજ તથા રાજ્ય માટે જરૂરી પગલું હતું. અમદાવાદને “મહીપતરામ અનાથાશ્રમ” કાંઈક અંશે આવી સેવા પૂરી પાડતા હતા, પરંતુ એ પર્યાપ્ત ન હતી. અમદાવાદમાં સ્ત્રીઓ તથા બાળકો માટે આ પ્રકારના હેતુઓને લક્ષમાં રાખીને ૧૯૩૭ માં “વિકાસગૃહ” દ્વારા વ્યવસ્થિત પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. દસકા દરમ્યાન રાજકીય અને સામાજિક જાગૃતિના પરિણામે ગુજરાતમાં જુદાં જુદાં શહેરમાં “વિકાસગૃહ” ખૂલતાં ગયાં. સૌરાષ્ટ્રમાં નાનાં નાનાં રજવાડાંને લીધે પરિસ્થિતિ થોડી જુદી હતી. ભાવનગર રાજકોટ અને ગેંડળ જેવાં આગળ પડતાં દેશી રાજ્યમાં ૧૯૪૫ સુધીમાં સ્ત્રી-કે બાલ-ઉપયોગી સામાજિક સંસ્થાઓ કામ કરતી હતી. કેટલાંક રાજ્ય-સંચાલિત અનાથાશ્રમ પણ હતાં. ૧૯૪૪ થી ૧૯૪૭ સુધીમાં ઘણાં સ્ત્રી-મંડળ શરૂ થયાં, જેમાં “પ્રગતિગૃહ – હળવદ, વિકાસવિદ્યાલય –વઢવાણ અને “વિકાસગૃહ'-રાજકેટ મુખ્ય હતાં.૪૪
સ્વરાજ્ય પ્રાપ્તિ પછી સામાજિક સેવા મંડળોના અભિગમમાં એક સ્પષ્ટ ફેરફાર જોઈ શકાય છે. સમગ્ર રાષ્ટ્રને લક્ષમાં રાખીને સમાજકલ્યાણ માટે વ્યવસ્થિત