Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સામાજિક સ્થિતિ
૨૨૯
બેનસના પ્રશ્નમાં મજૂરોને અનસૂયાબહેનનાં સલાહ સૂચન તથા છેવટે ગાંધીજી તથા અનસૂયાબહેનનું નેતૃત્ત્વ સાંપડયું. ૪' એમણે મજૂરોને અનેક કટોકટીના પ્રસંગે માર્ગદર્શન આપ્યું તેમજ એમના વિકાસ માટે ઉત્તરોત્તર રચનાત્મક પ્રવૃત્તિ વિકસાવવામાં સારો રસ લીધે. શિક્ષણ ઉપરાંત, કામના કલાકે, સ્ત્રીઓ સાથેને વર્તાવ, એમને આપવી જોઈતી સગવડ, પીવાનું પાણી, પેશાબખાનાં, પાયખાનાં, જમવા માટે સ્વચ્છ જગા, ઘેડિયા ઘરની વ્યવસ્થા વગેરેને ઘણીખરી મિલમાં અભાવ હતો. આ સવ અંગે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે ગાંધીજીએ લેખો લખી તથા મંચ મારફત તાકીદ કરી મજૂરોની જરૂરિયાત પૂરી કરવા મિલ એસેસિએશનને દબાણ કર્યું. મજૂરોના કૌટુંબિક જીવનને સુધારવા માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે ખાસ સવલતો ઊભી કરવાના પ્રયત્ન થયા છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેંદ્રમાં કમિશનર નીમી એમના માટે ખાસ જોગવાઈઓ ઊભી કરવામાં આવી અને એને આધારે રાજ્યમાં એમના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી. વાસ્તવમાં સમાજનાં આ નબળાં અગેના સવ એકમ એને સમાન રીતે લાભ લઈ શક્યા નહિ. વિચરતી જાતિ તેમજ ગુનાહિત જાતિના વિકાસ માટે કેટલીક ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી તેને લાભ પણ બહુ ઓછો લેકે લઈ શક્યા. આ બધી યોજનાઓ અને પ્રવૃત્તિઓ પાછળનું મુખ્ય આશય સમાજના પાછળ પડી ગયેલાં અંગોને જરૂરી સગવડ આપી એમનો વિકાસ સાધી અન્યની સમકક્ષ મુકવાનું હતું, પરંતુ આ બાબતમાં બહુજ ધીમી પ્રગતિ થઈ શકી. મજૂર-કલ્યાણ ક્ષેત્રે મજૂર મહાજને ઘણું સક્રિય અને સબળ બન્યાં હોવાથી મજૂરો માટે ઘણી સવલતે મેળવી શકાઈ, એમ છતાં ગાંધીજીના ટ્રસ્ટ્રીશિપના ખ્યાલને આંબી શકાયું નથી. સામાજિક મંડળ
વીસમી સદીની શરૂઆતમાં કેટલાંક મેટાં શહેરોમાં સામાજિક સંસ્થાઓ કામ કરતી થઈ હતી. ૧૯૦૩ માં મુંબઈ માં “ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળની સ્થાપના થઈ હતી અને ૧૯૦૯માં “સેવાસદન’ સ્થપાયું હતું. આવી સંસ્થાઓને મુખ્ય ઉદ્દેશ સ્ત્રીઓમાં જાગૃતિ લાવવાને તથા એમને વિવિધ પ્રકારની તાલીમ આપી એઓ પગભર થાય તથા સમાજને ઉપયોગી થઈ શકે તે હતું. આ સંસ્થાનું સંચાલન કરનાર કે પ્રવૃત્તિઓમાં રસ લેનાર મુખ્યત્વે ઉચ્ચ કે મધ્યમ સ્તરમાંથી આવતી શિક્ષિત મહિલાઓ હતી. ૧૯૧૬ માં અમદાવાદમાં