Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સામાજિક સ્થિતિ
૨૩૭ પંથે દોરી જવામાં મદદરૂપ બને એવી બાબતે પર પ્રજામત કેળવવા પ્રયત્ન કરવા ૫૬
પારસીઓની ધ્યાન ખેંચે તેવી સંસ્થા તે ગુજરાતના દરેક મોટા નગરમાં તેઓની પંચાયત છે. બધી પંચાયતની કામગીરી વત્તાઓછા પ્રમાણમાં સરખી છે. એને મુખ્ય આધાર ભંડોળ ઉપર રહે છે. સુરત, ભરૂચ નવસારી અને બીલીમોરાની પંચાયતે સમૃદ્ધ ગણાતી, જ્યારે અમદાવાદની પંચાયત આગળ આવવા કોશિશ કરી રહી હતી. સવ પંચાયતમાં સુરતની પંચાયત મોખરાનું સ્થાન ધરાવતી રહી છે. એની પાસે અનેક પ્રકારનાં પંડે છે જે માનવીના જન્મથી માંડીને મરણ પર્યંતના જુદા જુદા તબક્કામાં જરૂર પડે મદદ કરવા માટેનાં છે. આ પચાયત કેવળ સુરતના જ નહિ પરંતુ બહારના પારસીઓને પણ યથાશક્તિ મદદ કરતી રહી છે.
પારસીઓએ મેટાં શહેરોમાં પારસી બહેનના માટે ઇન્વેસ્ટીઅલ ઈન્સ્ટિટયૂટ અનાથાશ્રમે, ગરીબ પારસીઓ માટે વસવાટ, સેનેટોરિયમ, વગેરેની સુવિધા ગુજરાતનાં ઘણાં સ્થળોએ ઊભી કરી છે. આઝાદીની લડતમાં પણ કેટલાક પારસીઓએ પિતાની સેવાઓ આપી ગુજરાતના પને તા વતની તરીકે નામ સાર્થક કર્યું હતું.
પાદટીપ 9. Neera Desai, Social Change in Gujarat, p. 365 ૨. Ibid, pp. 366 f. ૩. પ્રવીણ વિસારિયા, “ગુજરાતની વસતી સમસ્યા અને વસતી નીતિ.” “અર્થાત”
પુ. ૨, અંક ૨-૩, પૃ. ૮૫–૧૧૭ 8. Census of India, 1931, Vol. VIII, Part I. p. 58 4. Census of India, 1961 ૬. પ્રવીણ વિસારિયા, ઉપર્યુક્ત. ७ तारा पटेल, 'भारतीय समाज व्यवस्था' पृ. ८३ ૮. અંજના બી. શાહ, “સમાજ સુધારણામાં ગાંધીજીનું પ્રદાન, પૃ. ૩૭ ૯. ઊર્મિલા પટેલ, વિકસતા સમુદાયો', પૃ. ૪૪૯
એઓ ઉપયુક્ત પુસ્તકમાં નોંધે છે કે, “૧૯૩૧ માં ગુજરાત કોલેજમાં જ્ઞાતિવાર પાણી પીવાને પાસે રહેત. અભરાઈ પર પ્યાલાની નીચે જ્ઞાતિનું
નામ રહેતું.' ૧૦. શારદાબહેન મહેતા “જીવન સંભારણાં,” પૃ. ૨૪૭, ૨૯૯