Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૨૨૦
આઝાદી પહેલાં અને પછી
મિક શિક્ષણના સ્ત્રીઓને લગતા આંકડા દર્શાવે છે કે દર દસ હજારે અમદાવાદમાં ર૭, સુરતમાં ૨૪, ભરૂચમાં ૧૧, સૌરાષ્ટ્રમાં ૮ અને અન્ય પ્રદેશમાં આના કરતાં પણ ઓછી સંખ્યા હતી.
અગાઉ દર્શાવ્યું છે તેમ પુરુષો તથા સ્ત્રીઓ વચ્ચેના શિક્ષણમાં બહુ મેટ તફાવત જણાય છે, પરંતુ અન્ય કેમે સાથે સરખામણી કરતાં આ તફાવત વધારે ઘેરે બને છે. ૧૯૨૧ ના વસ્તીપત્રકના આંકડા પ્રમાણે હિંદુઓમાં દર હજારે ૧૯, જૈનમાં ૧૨૩, મુસલમાનમાં ૧૨, પારસીઓમાં ૬૭૪, ખિસ્તીઓમાં ૨૫૨ અને ભારતીય ખ્રિસ્તીઓમાં ૧૬૯ સ્ત્રીઓ અક્ષરજ્ઞાન પામેલી હતી. આ આંકડા એ પણ સૂચવે છે કે હિંદુ સ્ત્રીઓ ફક્ત મુસલમાન સ્ત્રીઓ કરતાં જ આગળ હતી, પરંતુ અન્ય કોમેની સ્ત્રીઓની સરખામણીમાં એઓ ખૂબ જ પાછળ હતી
૧૯૩૧ ના અંદાજના આંકડા એવું સૂચિત કરે છે કે મુંબઈમાં દર હજારે ૧૫૩ સ્ત્રીઓ અક્ષરજ્ઞાન પામેલી હતી, જ્યારે વડોદરામાં એની સંખ્યા ૧૮૪ હતી. ગુજરાતનાં બીજાં શહેરોના ચકકસ આંકડા પ્રાપ્ત ન હોવાથી એ વિશે કહેવું મુશ્કેલ છે. વડોદરા રાજ્ય સ્ત્રી-શિક્ષણ માટે સજાગ હોઈ એના ફેલાવા માટે ખાસ પ્રયત્ન કરતું હતું એટલે સમગ્ર ગુજરાત માટે એ આંકડા ઉપરથી તારણ કાઢવું ગેરમાર્ગે દોરનારું નીવડે. ઉપરાંત, ગામડાં કરતાં શહેરોમાં શિક્ષણ માટે વધારે સારી સગવડ, સ્ત્રીશિક્ષણ માટે ઉદાર વલણ અને કેળવાતી રુચિ વગેરે બાબતે શહેરમાં રહેતી સ્ત્રીઓના શિક્ષણના વિકાસ માટે વધારે ફળદાયી નીવડે એ સ્વાભાવિક છે.૨૮ ૧૯૬૧ માં પણ સ્ત્રીપુરુષના અક્ષરજ્ઞાનના સમગ્ર ચિત્રની ઝાંખી કરીએ તે લગભગ ૨૦ ટકા સ્ત્રીઓ જ અક્ષરજ્ઞાન ધરાવતી હતી જ્યારે પુરુષોના ટકા બમણું કરતાં સહેજ વધારે હતા. ૪૫ વર્ષના સમયગાળા(૧૯૧૫૧૯૬૦)માં સ્ત્રી-પુરુષ વચ્ચે અક્ષરજ્ઞાનમાં અસમાનતા દેખાય છે, પરંતુ બંને વચ્ચે જે મેટી ખાઈ હતી તે ડી ઓછી થઈ છે એવું આંકડાઓ પરથી સૂચિત થાય છે. આ સમયગાળા દરમ્યાન ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે જૂજ બહેને આગળ આવી હતી અને એમાં મુખ્યત્વે શહેરમાં રહેતી બહેને હતી, જોકે ઉત્તરોત્તર પણ ધીમી પ્રગતિ જોઈ શકાય છે. કન્યાઓને ભણાવવા માટે લેકમત ઊભું થતું હતા, પરંતુ કન્યાના શિક્ષણમાં મેટામાં મેરી આડખીલી બાળલગ્નની હતી.
બાળલગ્ન
હિંદુઓમાં બાળલગ્ન કેળવણીમાં કેટલું અવરોધક હતું એ વસ્તીપત્રકમાંના હિંદુઓના અન્યધમીઓ સાથે એ અંગેના આંકડા સરખાવતાં સ્પષ્ટ થાય છે.