Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સામાજિક સ્થિતિ
૨૦૯
જ્ઞાતિનું બંધન દૂર થયું છે. વસ્તીગણતરીના હેવાલ માંથી તે એ દૂર થઈ જ ગઈ હતી છતાં વ્યવહારમાંથી એ નાશ પામી નથી. એનાં કેટલાંક પાસાંઓમાં અગાઉ દર્શાવેલાં પરિબળોના પ્રતિભાવરૂપે ઘણા ફેરફાર લાંબા ગાળે સહજ બન્યા. ખાનપાનની છૂટછાટમાં જ્ઞાતિને વિરોધ સહજ રીતે શમી ગયે. પરદેશગમન કે આંતરજ્ઞાતીય લગ્નમાં જ્ઞાતિની આડખીલી દૂર થઈ વ્યક્તિએ પ્રાયશ્ચિત કરવાની કે જ્ઞાતિમાં દંડ ભરવાની જરૂર રહી નહિ, એમ છતાં આંતરજ્ઞાતીય લગ્ન પરત્વે જ્ઞાતિનું વલણ મૂળભૂત રીતે બહુ બદલાયું હોય એમ જણાતું નથી. આંતરજ્ઞાતીય લગ્ન ખૂબ જૂજ અને ઉચ્ચ જ્ઞાતિની કેળવાયેલી વ્યક્તિઓમાં જ થવાની સંભાવના રહેતી. ગાંધીવિચારસરણીવાળે અને નાતજાતમાં નહિ માનનારે નાનકડો સુધારક વર્ગ આંતરજ્ઞાતીય લગ્નની તરફેણ કરતે. સમય જતાં સંકુચિત ભાવનામાં મંદતા આવી અને લેકે વધારે ઉદાર અને સહિષ્ણુ બની આંતરજ્ઞાતીય લગ્ન તરફ વિરોધ પ્રગટ કરવાને બદલે જ્યાં માબાપ કે વડીલેને સહકાર હોય અથવા એમના દ્વારા આવાં લગ્ન જાતાં હોય ત્યાં સહર્ષ હાજરી આપતાં થયાં.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના કાલમાં જ્ઞાતિઓએ પિતાની કેટલીક કામગીરી બદલી. એક બાજુ મતદાન કરવામાં તથા ચૂંટણીમાં ઉમેદવારીની સ્પર્ધામાં જ્ઞાતિઓ વધારે સક્રિય બની અને એ રીતે જ્ઞાતિભાવના વધારે સજજડ બનતી ગઈ, બીજી બાજુ પ્રથમથી જ જાગ્રત એવી કેટલીક પ્રગતિશીલ જ્ઞાતિઓ પિતાનાં પંચ અને મંડળો દ્વારા કેટલાક ઝડપી ફેરફાર કરવા ઉદ્યમી બની.
અગાઉ દર્શાવ્યા પ્રમાણે આ સદીની ત્રીસી દરમ્યાન કેટલીક જાગ્રત જ્ઞાતિઓ પરિષદે ભરીને તથા માસિકે કે પત્રિકાઓ કાઢીને જ્ઞાતિમાં સુધારા કરવા પ્રયત્નશીલ હતી. ઉચ્ચ ગણાતી કેટલીક આગેવાન જ્ઞાતિઓ કે જેઓ સાધનસંપન્ન હતી, (દાખલા તરીકે ચરેતરના લેઉવા પાટીદાર, દક્ષિણુ ગુજરાતના અનાવળા બ્રાહ્મણ, જેમણે જ્ઞાતિના કુરિવાજ દૂર કરવા સનિષ્ઠ પ્રયત્ન આદર્યા હતા) તેમણે પરિષદ દ્વારા ઠરાવ પસાર કરાવીને મુખ્યત્વે પ્રેતભેજને, લગ્ન પાછળને બેસુમાર ખચ, દાપાં, પરઠણ, જાનૈયાઓની સંખ્યા, જમણ, ઇત્યાદિ ઉપર નિયંત્રણ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. આવા સંમેલનમાંથી પ્રેરણું મેળવીને કેટલીક ઉચ્ચ જ્ઞાતિઓ પિતાનાં જ્ઞાતિ મંડળ દ્વારા સમાજ સુધારણાની દિશામાં ઠરાવ કરવા માટે પ્રોત્સાહન મેળવતી હતી. આવું એક સંમેલન સૌરાષ્ટ્રમાં ૧૯૩૮ ની આસપાસ સુપેડી ગામે સમગ્ર સૌરાષ્ટ્રના ૪૦૦ ગામના ખેડૂતનું, કડવા પાટીદાર જ્ઞાતિનું, કેટલાક કુરિવાજે, ખાસ કરીને લાજપ્રથા બાળલગ્ન અને પ્રેતજનની પ્રથા, ૧૪