Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સામાજિક સ્થિતિ
૨૧૫
ગાંધીજી હરિજન તરફના વર્તાવમાં પરિવર્તન લાવવા માટે વન વાણી તથા પ્રચાર દ્વારા અથાગ પ્રયત્ન કરતા હતા. એની અસર શહેરમાં કાંઈક અંશે થતી હતી, પર ંતુ ગામડાંઓમાં તે ગામને છેવાડે અલગ વસવાટથી માંડીને સ સેવાથી વંચિત તેવા હરિજના પૈસા આપીને દુકાનેથી માલ કેટલીયે કાકલૂદી પછી ખરીદી શકતા. ઉચ્ચનીચના પાયા પર આવા જ દુર્તાવ હિરામાં પણ અંદરોઅંદર થતા. એએ પોતે પણ લઘુતાગ્રંથિથી પીડાતા હેાવાથી પોતાની અવદશા માટે નસીબ કે પેાતાનાં મને જવાબદાર ગણતા અને સવર્ણાથી દૂર રહેવાના પ્રયત્ન કરતા.
ગાંધીજીએ સુરેંદ્રજીને ચમારનું કામ સેાંપ્યું ગોધરામાં હિરજનવાસમાં જઈને અંત્યજોની સેવા આ કાયકરાએ હરિજનોનાં કામ શીખી લઈ લાયકાત ઊભી કરી હતી.૧૯
હતુ. અને મામાસાહેબ ફડકેને કરવાનું કામ સેાંપ્યું હતુ . એમનામાં જઈ સેવા કરવાની
ગાંધીજીની પ્રેરણા તથા સવ" કાય*કરાના પ્રયાસોથી ૧૯૧૭ માં ગોધરામાં પ્રથમ અંત્યજ પરિષદ મળી હતી, જેણે મુખ્યત્વે અંત્યજો માટે શાળાએ કરવાનું કાર્યાં હાથ ધર્યુ હતું. આના સંચાલનની જવાબદારી મામાસાહેબ ફડકેની હતી. ગોધરામાં એક ભંગી શાળાની શરૂઆતમાંથી કાલક્રમે ગાંધીઆશ્રમ ઊભા થયા. ત્યાર પછી ૧૯૧૮, ૧૯૨૨ અને ૧૯૨૩ માં અનુક્રમે નડિયાદ વઢવાણુ અને અમ· રેલીમાં અંત્યજ પરિષદો ભરાઈ હતી. આ પરિષદોને મુખ્ય ક`ક્રમ અત્યજોમાં જાગૃતિ લાવવા ઉપરાંત શાળાએ સ્થાપવાને અને પીવાના પાણીની સગવડ કરવાના રહ્યો હતો. ઉપરાંત ૧૯૨૩ માં હરિજનાના ઉત્કર્ષ માટે ‘અંત્યજ સેવામંડળ' નામની એક સંસ્થા શરૂ કરવામાં આવી હતી.ર૦
આ સર્વ પ્રયત્નો છતાં ગામડાના સવર્ણા હરિજનોના પ્રશ્ન હલ કરવા માટે જરાયે ગંભીર ન હતા. અસ્પૃશ્યા પોતે પણુ એમને માટેના સેવાકાય માં જોઈ એ તેવા સહકાર આપતા ન હતા. ‘હિંદુઓની ફરજ'ના શીષ"કવાળાં પત્ર આ અંગે સારો પ્રકાશ પાડે છે. ગોધરાના અંત્યજ આશ્રમમાંથી આવેલા પત્રના ક સાર પરથી એવુ સૂચિત થાય છે કે ત્યાંની શાળામાં અંત્યજ બાળકોના શિક્ષગુ ઉપરાંત એમના ચારિત્ર્ય-ધડતરના ખ્યાલ રાખવામાં આવતા હતા. આ આશ્રમના ત્રણ વિદ્યાથી ઓને સારું વાતાવરણ પૂરું પાડવા સાબરમતી રાષ્ટ્રિય શાળામાં મોકલ્યા. એમનાં માબાપોને આ પસ ંદ ન પડયુ. આ બાળકો ત્યાં દોઢેક મહિને રહ્યા હશે તે દરમ્યાન સારી ટેવા શીખ્યા અને ત્યાંના વિદ્યાયી એને પણ એ