Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧
રાજ્યત ત્ર
૬, જૂનાગઢ જિલ્લા
એ અગાઉના સેારડ જિલ્લા હતા. એ ગુજરાત રાજ્યના રાજકોટ ડિવિઝનના જિલ્લામાંના એક હતા.
આઝાદીપ્રાપ્તિ પછી પોરબંદરનું દેશી રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યમાં જોડાયું. ૧૯૪૭ પહેલાં માંગરોળ માણાવદર બાંટવા સરદારગઢ અને ખીલખા સારઠને ભાગ હતાં, પરંતુ ૧૯૪૯ માં એમાંથી જૂનાગઢ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા. એ સમયના જિલ્લામાં પહેલાંના દેશી રાજ્યાના પ્રદેશ, જેવાં કે જૂનાગઢ પોરબંદર માણાવદર માંગરાળ ખઢવા(ખડા મજિમ) બાંટવા(છાટા મજિમ) માણપુર થૂં બાળા સરદારગઢ ખીલખા અને ગાંડળના થાડા ભાગ અને જેતપુરનાં રાજ્ય તથા લાખાપાદર થાણું આવેલાં હતાં. ૧૯૫૬ માં સૌરાષ્ટ્રનું મુંબઈ રાજ્યમાં જોડાણ થતાં આ જિલ્લા મુંબઈ રાજ્યના ભાગ બન્યા. ૧૯૫૯ માં સૌશષ્ટ્રના જિલ્લાઓની પુનઃરચના થતાં સારઢ જિલ્લાને ૩૦-૬-૧૯૫૯ પછી ‘જૂનાગઢ જિલ્લા' નામ આપવામાં આવ્યું.૪
૪૨
૭. કચ્છ જિલ્લા
ગુજરાત રાજ્યના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા આ જિલ્લા અગાઉ કેંદ્ર સરકારના વહીવટ નીચે હતા.
આ જિલ્લાની રચના કચ્છનું રાજ્ય અને પહેલાંના મારમીના દેશી રાજ્યનાં ૧૦ ગામે માંથી કરવામાં આવી હતી. ૧૯૪૭ પછી એ ‘સી’ પ્રકારના રાજ્યના ભાગ બન્યું હતું. ૧૯૫૬ પછીની પુનઃરચના દરમ્યાન કચ્છ મુંબઈ રાજ્યના ભાગ બન્યુ. અને ૧૯૬૦ માં એ ગુજરાત રાજ્યને એક જિલ્લો બન્યું.૪
૪૩
૮. બનાસકાંઠા જિલ્લા
આ જિલ્લા બનાસ નદીની બંને બાજુ આવેલા હતા. ૧૯૪૮ માં પાલનપુર રાધનપુર દાંતા થરાદ અને વાવ દિયાદર થરાની જાગીરા તથા જૂના એજન્સીનાં ગામ, જેવાં કે ભાભર દિયોદર સિરાહી વરાહી અને સાંતલપુર તેમજ સૂઈ ગામના પેટા થાણાના વિલીનીકરણથી અસ્તિત્વમાં આવ્યા હતા. આ જિલ્લા ગુજરાતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલ છે.૪૪