Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સામાજિક સ્થિતિ
૨૦૫
અગત્યના પરિબળ ગણી શકાય. આ સર્વ પરિબળોના પરિપ્રેક્ષ્યમાં આવેલા કેટલાક ફેરફાર, દલિત વર્ગોને અભ્યદય, સ્ત્રીઓની સ્થિતિ, લેકકલ્યાણ અને સામાજિક મંડળની કામગીરી અંગે વિચારણા કરીશું.
જ્ઞાતિભાવનાની મંદતા
જ્ઞાતિવ્યવસ્થા હિંદુ સમાજનું વિશિષ્ટ અને એક અગત્યનું અંગ હેઈ ભારતીય સમાજમાં જ્ઞાતિ-વ્યવસ્થાનું આગવું મહત્ત્વ છે. ઘણા જૂના કાલથી પ્રત્યેક વ્યક્તિ જ્ઞાતિથી જ ઓળખાતી રહી છે અને હાલ પણ એનું મહત્વ ઘટયું નથી. ઈ. સ. ૧૯૪૧ સુધી વસ્તીપત્રકના હેવાલમાં પણ જ્ઞાતિવાર વિસ્તૃત માહિતી એકત્રિત કરવામાં આવતી હતી, પરંતુ ૧૯૫૧ ની વસ્તીપત્રમાંથી એ અંગેની માહિતી રદ કરવામાં આવી, એમ છતાં ભારતમાં જ્ઞાતિવ્યવસ્થા નાશ પામી નથી. જ્ઞાતિઓ હિંદુ સમાજમાં જ નજરે પડે છે. આમ છતાં એનાં કેટલાંક લક્ષણ અન્ય કેમમાં અને અન્ય સ્થળોએ પણ દેખાય છે.
જ્ઞાતિનાં મુખ્ય લક્ષણ, જેવાં કે સમાજનું ભિન્ન ભિન ખંડમાં વિભાજન, ચડ-ઊતરને ક્રમ, ખાનપાન તથા ધાર્મિક અને નાગરિક અધિકાર પર પ્રતિબંધ તેમજ ધંધા અને લગ્ન ઉપર પ્રતિબંધ વગેરેમાંથી વીસમી સદીના ત્રીજા દસકામાં કેટલાંકમાં થોડુંક પરિવર્તન આવ્યું હતું. જ્ઞાતિ જન્મજાત હોવાથી વ્યક્તિ પિતાના પુરુષાર્થથી એ બદલી શક્તી નહિ અને જ્ઞાતિવ્યવસ્થામાં વ્યક્તિ જ્ઞાતિઅનુસાર સામાજિક દરજજો પ્રાપ્ત કરી શક્તી, એટલે વ્યક્તિને આડી ગતિશીલતા માટે અવકાશ હતું, પરંતુ વર્ગસમાજની જેમ ઊભી ગતિશીલતા માટે ભાગ્યેજ અવકાશ હતે. એ રીતે પહેલાં બે લક્ષમાં પણ ફેરફાર માટે અવકાશ ન હતા.
વીસમી સદીની ત્રીસી દરમ્યાન જ્ઞાતિના ખાનપાન સ્પર્શ તથા સામાજિક સંપર્ક અંગેના નિયમોમાં શહેર તથા ગામડાંમાં થોડોક તફાવત પડ્યો હતે. સામાન્ય રીતે હરિજનો સિવાય અન્ય વર્ણના લેકેને અંદર અંદર સ્પર્શ કરવામાં ખાસ બાધ જ ન હતું. એમાંયે ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ પછી શહેરોમાં તથા મર્યાદિત અંશે ગામડાઓમાં પણ સ્પર્શાસ્પર્શના ખ્યાલમાં થોડી છૂટછાટ આવી હતી, પરંતુ સામાજિક સંપર્ક કે ખાનપાનના નિયમોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન હતે. દૂદાભાઈ વણકરને ગાંધીજી, આશ્રમના નિયમનું પાલન કરવાની શરતે, કુટુંબ સાથે આશ્રમમાં રહેવા લાવ્યા હતા. આ અંગે આશ્રમવાસીઓમાં અને