Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૮૮
આઝાદી પહેલાં અને પછી બને અને એને ૧૮-૬-૧૫૮ થી “સુરેદ્રનગર જિલ્લે” નામ આપવામાં
આવ્યું.૩૯
૪. ભાવનગર જિલ્લા
એ અગાઉના ગોહિલવાડ જિલ્લામાંથી થયે. એ સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની દક્ષિણપૂર્વે આવેલું છે.
૧૯૪૮ માં સૌરાષ્ટ્ર રાજયમાં દેશી રાજ્યનું વિલીનીકરણ થયું ત્યારે ભાવનગર પાલીતાણા લાઠી વળા જાફરાબાદ રાયસાંકળી રાજ્યો અને એજન્સીવિસ્તારો, જેવા કે સેનગઢ દેદાણ અને લાખાપાદરમાંથી આ જિલ્લાની રચના કરવામાં આવી હતી તેનું નામ ગેહિલવાડ જિલ્લ’ આપવામાં આવ્યું હતું અને એ સૌરાષ્ટ્રના પાટ બી'ના પાંચ જિલ્લાઓમાંને એક હતા. ઘોધા એ પહેલાં અમદાવાદ જિલ્લાને એક ભાગ હતું પરંતુ આઝાદીની પ્રાપ્તિ પછી એને સમાવેશ અમરેલી જિલ્લામાં કરવામાં આવ્યું અને છેવટે રાજ્યની પુનર્રચના પછી ૧૯૪૯માં એને ભાવનગર જિલ્લામાં જોડી દેવામાં આવ્યું.
૧-૭-૧૫૯ ના રોજ સૌરાષ્ટ્રના જિલ્લાઓની પુનર્રચનાના સમયે મેટા પાયા પર ભાવનગર અને અમરેલી જિલ્લાઓની સરહદોમાં ફેરફાર કરવામાં આવ્યા. રાજુલા અને લાલિયા મહાલનાં લગભગ બધાં જ ગામ, આખો જાફરાબાદ મહાલ તેમજ કુંડલા તાલુકા અને ઉમરાળા ગઢડા મહાલનાં બહુ જ થોડાં ગામ ભાવનગર જિલ્લામાંથી લઈ અમરેલી જિલ્લામાં જોડી એને વિશાળ બનાવવામાં આબે, જ્યારે ઘોઘા મહાલ અમરેલી જિલ્લામાંથી લઈ ભાવનગર જિલ્લામાં જોડવામાં આવ્યો. તેને “ભાવનગર જિલ્લ” નામ આપવામાં આવ્યું.૪૦ ૫. અમરેલી જિલ્લો
એ અગાઉ વડોદરા રાજ્યને પ્રાંત હતો. આ જિલ્લે સળંગ નહોતે, પરંતુ કોડીનાર તાલુકા અને જિલ્લાના બાકીના ભાગની વચ્ચે જૂનાગઢ જિલ્લાને ઊના તાલુકો આવતું હતું. રાજુલા જાફરાબાદ અને કોડીનાર તાલુકા સમુદ્રકિનારે આવેલા હતા.
૧૫૧ ની વસ્તી–ગણતરી વખતે અમરેલી જિલ્લામાં અમરેલી અને ઓખામંડળ વિભાગ કે જે પહેલાંના વડોદરા રાજ્યના ભાગ હતા તેને તથા અમદાવાદ જિલ્લાના વા મહાલને પણ સમાવેશ થતો હતો. ૧૫૯ માં જિલ્લાઓની પુનરરચના પછી આ જિલ્લામાં છ તાલુકા અને ચાર મહાલ હતા.'