Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
સિક્કા
| કિવક-સિલ્વરના સિક્કા આવા જ પ્રકારના, પરંતુ જુદા જુદા પ્રકારની કિનારીવાળા હોય છે. ચાર આનાને વ્યાસ ૦.૬ ઇંચ હોય છે. નિકલના સિક્કાઓની કિનારી ઊંચી તથા જાડી હોય છે. રૂપિયાને વ્યાસ ૧.૦૫ ઈંચ તથા બીજી બાજુએ ડાબી તરફ ચાલતે વાળવાળ વાઘ હોય છે. અંગ્રેજી હિંદી તથા ઉદ્દે શબ્દોમાં મૂલ્ય, આંકડામાં વર્ષ તથા અંગ્રેજીમાં “ઈન્ડિયા” અંક્તિ હોય છે. આઠ આના તથા ચાર આના ઉપયુક્ત પ્રકારના અને ચાર આના ૦.૭૫ ઈંચ વ્યાસના હેાય છે.
ક-નિકલના ચોરસ બે આના ઉપર મીંડાંવાળા ઊંડા વર્તાલમાં રાજાનું તાજયુક્ત શીર્ષ, અંગ્રેજીમાં નામ તથા શહેનશાહ તરીકે ઉલ્લેખ હેાય છે. ચારે ખૂણાઓમાં સુશોભિત નકશી હોય છે. બીજી બાજુ પણ એવા જ વર્તુળમાં મધ્યમાં અંગ્રેજીમાં બગડે, એની બાજુ કરેખામાં લખેલે અંગ્રેજીમાં “આના” શબ્દ, ખ્રિસ્તી વર્ષ (આંકડામાં), અંગ્રેજીમાં “ઇન્ડિયા” તથા તેલુગુ ઉર્દુ અને બંગાળી શબ્દોમાં મૂલ્ય દર્શાવ્યું હોય છે. ખૂણાઓમાં આલંકારિક નકશીઓ હોય છે. વજન ૯૦ ગ્રેઇન તથા માપ ૦.૮ ઇંચ હોય છે.
એક આનાને કરકરિયાંવાળી કિનારી હેય છે, વજન ૬૦ ગ્રેઈન તથા વ્યાસ ૦. ૮ ઈચ. મુખ્ય બાજુ બે આના જેવી જ, બીજી બાજુ સમરસ આકૃતિની વચ્ચે અંગ્રેજી એકડો, એની આજુબાજુ બે ભાગમાં અંગ્રેજી “આનાઝ' શબ્દ નીચે ખ્રિસ્તી વર્ષ આંકડામાં હોય છે.
૪૫ ગ્રેઇન વજન તથા ૦.૭ ઈચ માપના ચેરસ અરધા આનાની મુખ્ય બાજુ ચોરસ બે આના જેવી જ, પરંતુ બીજી બાજુ એક આનાના પ્રકારની હોય છે. ૧૯૪૨ માં ક-નિલના બે આના તથા આના એલ્યુમિનિયમ તથા કાંસાના પડવા લાગ્યા અને ૧૯૪૬ સુધી ચાલુ રહ્યા, પરંતુ અરધા પૈસા ૧૯૪૩ માં બંધ થયા.૫ ૭૫ ગ્રેઈન વજન તથા એક ઈચ વ્યાસના તાંબાના પા આનાની મુખ્ય બાજુ કો-નિલ સિક્કા જેવી, પરંતુ પુષ્પકળીની કિનારીવાળી હોય છે. બીજી બાજુ પુષ્પમાળા, અંગ્રેજીમાં શબ્દોમાં મૂલ્ય તથા આંકડામાં ખ્રિસ્તી વર્ષ હોય છે. આવા જ પ્રકારને ૪૦ ગ્રેઈન વજન તથા ૦.૮ ઈંચ વ્યાસને અરધે પૈસે પણ હતું. ૧૯૪૧ માં પાતળો ; આને શરૂ થ. ૨ ગ્રેઇન વજન તથા ૦.૬પ ઈંચ વ્યાસના આ સિકકાની મુખ્ય બાજુ પા આના જેવી જ હતી, પરંતુ બીજી બાજુએ મૂલ્ય આનાના વિભાગમાં અપૂર્ણ કમાં દર્શાવાતું. ૧૯૪૩ માં આ સિક્કા પણ પડવા બંધ થયા. એ જ વર્ષમાં તાંબાની અછતને પહોંચી વળવા માટે ૩૦ ગ્રેઈન વજન તથા ૦.૮૪ ઈંચ વ્યાસને વચ્ચે કાણાંવાળો પૈસે શરૂ થયો. મુખ્ય બાજુએ વચ્ચે ૦.૩૭ ઈંચ વ્યાસનું કાણું