Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
હવે આ સિક્કાઓનુ પ્રકારવાર વર્ણન કરીશું. રૂપિયા અરધા તથા ચાર આના નિલના હોય તથા એનાં ચિહ્નો તથા લખાણા સરખા પ્રકારનાં હાય છે. મુખ્ય બાજુ સહેજ ઊંચી સાદી કિનારી વચ્ચે સારનાથનું અાકનુ સિંહસ્ત ભશીષ, એની નીચે પાંચપાંખિયા નાના તારા, એની બે બાજુએ વતુ ળાકાર લીટી તથા અંગ્રેજી લખાણ ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા' હોય છે. બીજી બાજુ ઊંચી કિનારી વચ્ચે મૂલ્યદર્શીકા અંગ્રેજી આંક ૧, રૂ, અગર એની એ બાજુ ઘઉંની હૂંડીની આકૃતિ, એની ઉપર હિંદી શબ્દોમાં મૂલ્ય, નીચે અંગ્રેજી શબ્દ ‘રૂપી’, એની નીચે અંગ્રેજી આંક્ડામાં ખ્રિસ્તી વર્ષ તથા વર્ષની નીચે મુંબઈની ટંકશાળ બતાવતું ટપકું મૂકવામાં આવે છે. ૧૫ વજન અનુક્રમે દસ, પાંચ તથા અઢી ગ્રામ અને વ્યાસ ૧.૦૫, ૦.૮૮ અને ૦. ૭૫ ઇંચ હોય છે. નાના સિક્કાઓમાં કપ્રા–નિક્સના એ આના, એક આના તથા અર્ધા આના અને તાંબાના પૈસા હોય છે. આ બધા સિક્કાઓની મુખ્ય બાજુ નિક્સના મોટા સિક્કા જેવી જ હોય છે, પરંતુ બીજી બાજુ ડાબી તરફ ચાલતા વૃષભ હાય છે, એની આજુબાજુ અંગ્રેજી તથા હિંદી શબ્દોમાં મૂલ્ય તથા નીચે આંકડામાં ટંકશાળસૂચક ટપકાં સાથે ખ્રિસ્તીવ` હેાય છે. એ આના ચારસ, એક આના કરકરિયાંવાળા તથા અર્ધા આના ચારસ હાય છે. વજ્રને અનુક્રમે ૫.૭, ૩.૯ તથા ૨.૯ ગ્રામ તથા વ્યાસ ૦.૮૮, ૦.૮૮, ૦.૮૫ તથા ૦.૮ ઇંચ હોય છે. તાંબાના પૈસાની બીજી બાજુએ કૂદતા અશ્વ હોય છે તથા અ ંગ્રેજી અને હિંદી શબ્દોમાં મૂલ્ય અને અંગ્રેજી આંકડામાં ટપકાં સાથે ખ્રિસ્તી વર્ષ' હોય છે. વજન ૨.૮ ગ્રામ તથા વ્યાસ ૯.૮ ઇંચ હોય છે. પરંતુ ૧૯૫૧ માં ૩૯ ગ્રામ વજનના આવા જ પૈસા પાડવામાં આવ્યા હતા.
૨૦૦
૧૯૫૭ માં વ્યવહારમાં દશાંશ-પદ્ધતિ દાખલ થતાં સિક્કાઓમાં પણ એને અનુરૂપ ફેરફાર થયા. રૂપિયાના સે। ભાગ થયા તે દરેક ભાગને ‘નયા પૈસા’ (નવા પૈસા) કહેવાનુ શરૂ થયું, જેથી જૂના પૈસા સાથેના એને ભેદ દર્શાવી શકાયો. પચાસ પચીસ દસ પાંચ એ તથા એક પૈસાના સિક્કા ઉપરાંત રૂપિયા પાડવામાં આવ્યા. મુખ્ય બાજુનું સિંહસ્ત ભશીષ ચાલુ રહ્યું પરંતુ અંગ્રેજી લખાણ ‘ગવર્ન્મેન્ટ ઑફ ઇન્ડિયા'ને સ્થાને નાગરીમાં ‘માત’ તથા અંગ્રેજીમાં ‘ઇન્ડિયા' લખવાનું શરૂ થયું. આ પ્રમાણે લખાણુ વધારે રાષ્ટ્રિય બન્યું. બીજી બાજુ ઉપર મૂલ્ય રૂપિયાના ભાગમાં તેમજ પૈસાની સંખ્યામાં દર્શાવાતુ શરૂ થયું. દાખલા તરીકે પચાસ પૈસા ઉપર મધ્યમાં મૂલ્ય*ક સંખ્યા અંગ્રેજી આંકડામાં લખાઈ તે એની નીચે હિંદી શબ્દોમાં ‘નયે પૈસે’ તથા એની નીચે અંગ્રેજી આંકડામાં ખ્રિસ્તી