Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજ્યતંત્ર
૧૮૭
થાણુ ડિસ્ટ્રિકટના ઉમરગાંવનાં ૫૦ ગામે, પશ્ચિમ ખાનદેશના તાલુકા–નવાપુર નંદરબાર અકક્લકૂવા અને તલોડાનાં ૧૫૬ ગામે નવા ગુજરાત રાજ્યમાં ફેરવવાનાં હતાં. આમ, ૧ લી મે, ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત' એમ બે રાજ્ય અસ્તિત્વમાં આવ્યા ૩૬
lorella (Districts) ૧. જામનગર જિલ્લો
અગાઉના હાલાર જિલ્લામાંથી બનેલ આ જિલ્લાની ઉત્તર-પશ્ચિમે આવેલે ઓખામંડળ તાલુકે પહેલાં અમરેલી જિલ્લાને ભાગ હતું. આ જિલ્લાની રચના ૧૯૫૯ માં નવાનગર ધોળ ધ્રાફા થાણાં અને જાળિયા–દેવાણીના પ્રદેશમાંથી કરવામાં આવી હતી.૩૭ ૨. રાજકોટ જિલ્લો
૧૯૪૮ માં સૌરાષ્ટ્રના સંયુક્ત રાજ્યની રચના થઈ ત્યારે એમાં મધ્ય સૌરાષ્ટ્રને જિલ્લે હતે. એ પહેલાંનાં દેશી રાજ્ય ગેંડળ જેતપુર રાજકેટ વાંકાનેર માળિયા કેટડા-સાંગાણી અને બીજા તાલુકાઓ અને રજવાડાંઓને બનેલું હતું. થોડા સમયમાં એમાં પહેલાંના નવાનગર રાજ્યના આટકેટ પડધરી અને જામકંડોરણા ઉમેરવામાં આવ્યાં અને ત્રણ ગામ મુંબઈ રાજ્યના અમરેલી જિલ્લા સાથે જોડી દેવામાં આવ્યાં. ૧૯૫૯માં રાજકોટ જિલ્લાની પુનર્રચના થઈ અને એ સમયે કુંકાવાવ-વડિયા તાલુકાનાં ૧૪ ગામ અને બાબરા તાલુકાનાં ૧૦ ગામ અમરેલી જિલ્લા સાથે જોડવામાં આવ્યાં.૩૮ ૩. સુરેન્દ્રનગર જિલે
એ અગાઉના ઝાલાવાડ જિલ્લામાંથી થયે. ૧૫-૪-૧૯૪૮ ના રોજ રાજ્યની પુનરરચનાના પરિણામે દેશી રાજ્ય, જેવાં કે ધ્રાંગધ્રા લીંબડી વઢવાણુ લખતર સાયલા ચૂડા મુળી બજાણા પાટડી અને થાણાં, જેવાં કે વાણંદ વિઠ્ઠલગઢ જૈનાબાદ રાજપુર આણંદપુર-પાન આનંદપુર-ભાડલા ચોટીલા ભઈક ઝીંઝુવાડા દસાડા અને પૈસા ઉકાલીને ભાગ એ સૌરાષ્ટ્રના પહેલાંના રાજ્યમાં જોડી
દેવાયું હતું તે અને ઝાલાવાડ જિલ્લાને પહેલાંના ભાગને એમાં સમાવેશ કરવામાં, - આવ્યો. ૧૯૫૬ માં રાજ્યોની પુનરરચના થતાં એ મુંબઈ રાજ્યને એક ભાગ