Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજ્યતંત્ર
૧૮૫
પબ્લિક સર્વિસ İમિશન દ્વારા થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પાયા પર બધી શાખામામાં ભરતી કરવામાં આવતી. સાવજનિક સેવા, સિંચાઈ, વનવિભાગ, ખેતીવાડી, જાહેર સ્વાસ્થ્ય, કેળવણી, પશુચિકિત્સા, નોંધણી, સહકારી ક્ષેત્ર, કામ અને રાષ્ટ્રિય વિકાસ જેવી સરકારી ટેક્નિકલ શાખાએ રાજ્યમાં આવેલી હતી.૩૧
સ્થાનિક સ્વરાજ્યની સસ્થાઓ
સ્થાનિક અગાના વિશાળ દૃષ્ટિએ બે પ્રકાર હતા : નગરીય અને ગ્રામીણુ. મોટાં નગરામાં કોર્પોરેશના અને મધ્યમ કદનાં તથા નાનાં નગરામાં મ્યુનિસિપલ કમિટીએ અને ઓર્ડા રચવામાં આવ્યાં. ગ્રામીણ વિસ્તારની નાગરિક જરૂરિયાતાનુ ધ્યાન રાખવાનું ક્રિસ્ટ્રિક્ટ કે તાલુકા ખાર્ડો અને ગ્રામ-પંચાયતાને સાંપવામાં આવ્યુ અને તેઓનું કાય ક્ષેત્ર તેની સરહદો સુધી નક્કી કરવામાં આવ્યું.
ડિસ્ટ્રિક્ટ ટાઉન(નગરા)માં કોર્પોરેશનાને મ્યુનિસિપાલિટીઓ કરતાં વધારે સત્તા અને મોભા હતાં. એના ચૂંટાયેલા પ્રમુખ ‘મેયર' તરીકે ઓળખાતા. કોર્પોરેશનના કાય ક્ષેત્રની નીચેના સિટીનું વહીવટીતંત્ર ત્રણ સત્તાઓને અધીન હતું : (૧) જનરલ કાઉન્સિલ, (૨) કાઉન્સિલની સ્ટૅન્ડિંગ કમિટી, (૩) કમિશનર. કમિશનર સિવાયના બધા જ અધિકારીઓની નિમણૂક જનરલ કાઉન્સિલ કરતી. કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર કરતી. સ્ટૅન્ડિંગ કમિટીના કાર્ય ક્ષેત્રમાં કરવેરા, વિત્તવ્યવસ્થા, એન્જિનિયરિંગ કામે, સ્વાસ્થ્ય અને કેળવણી હતાં, કમિ શનરના ક્ષેત્રમાં કાય`પાલકનુ કાય" હતુ. કોર્પોરેશન નાગરિકાનાં સલામતી સ્વાસ્થ્ય કેળવણી અને બીજી સવલતા ઉપરાંત કોર્પોરેશન નગરના રસ્તા અને પુલો, વૃક્ષાવાળા માર્ગો અને બગીચાઓ, આન ંદપ્રમોદનાં સ્થાના અને બજારાની વ્યવસ્થા કરતુ. ૩૨
નાનાં નગરા અને ડિસ્ટ્રિકટ ટાઉનોમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલટીઓ કાર્પારેશનનાં જેવાં કાય` કરતી. એમાં ચૂંટાયેલા પ્રમુખો અને સમિતિએ હતાં. મ્યુનિસિપાલિટીઓના કાય ક્ષેત્રમાં સફાઈકામ અને સ્વાસ્થ્ય માટેનાં પગલાં ભરવાં, મૃત્યુ પામેલાઓની વ્યવસ્થા અને જન્મમરણની નોંધ, જાહેર રસ્તાનાં બાંધકામ મરામત અને સુધારણા, સઢાસ ગટર વગેરે, સાવજનિક હૉસ્પિટલ અને દવાની વ્યવસ્થા, પ્રાથમિક કેળવણી, ગુનાહિત કે ભયકારિક વેપારી અંગે નિયમનો, પાણીના યોગ્ય પુરવઠાની વ્યવસ્થા વગેરે હતાં. મ્યુનિસિપાલિટી પોતાને ખચે અને