Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજ્યતંત્ર -
૧૭૯
ઈ. સ. ૧૯૨૪માં દેશી રાજ્ય પર મુંબઈ સરકારને બદલે કેંદ્ર સરકારને સીધે અંકુશ સ્થપાયે. કચ્છ કાઠિયાવાડ અને પાલનપુર એજન્સીઓને સંયુક્ત કરીને વેસ્ટ ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીની રચના કરવામાં આવી. એના મુખ્ય અધિકારીને “એજન્ટ ટુ ધી ગવર્નર-જનરલ'ને હોદ્દો આપવામાં આવ્યો. પહેલા અને બીજા વર્ગના રાજવીઓ હવે પ્રાંત ઑફિસરને બદલે સીધા આ અધિકારી સાથે પત્રવ્યવહાર કરી શકે એવી સત્તા આપવામાં આવી. ૧૮ ઈ. સ. ૧૯૨૫ માં ન્યાયના કાર્ય માટે નાનાં રાજ્યોને કેટલાંક થાણુઓમાં વહેચી નાખવામાં આવ્યાં. એ દરેક થાણામાં થાણદાર’ નામને અધિકારી દીવાની અને ફોજદારી ન્યાયની કામગીરી બજાવ. આ જ વર્ષમાં રાજકોટ ખાતે વડી અદાલતની સત્તા ધરાવતી જ્યુડિશિયલ કમિશનરની અદાલત સ્થાપવામાં
આવી.
ઈ. સ. ૧૯૩૨ માં કાઠિયાવાડનાં દેશી રાજ્યોને ચાર પ્રાંતને બદલે બે પ્રાંત – પૂર્વ કાઠિયાવાડ અને પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી–માં સમાવી લેવામાં આવ્યાં. પૂર્વ કાઠિયાવાડ એજન્સીમાં ઝાલાવાડ અને રોહિલવાડને સમાવેશ કરી એનું મુખ્ય મથક વઢવાણ કેમ્પ રાખવામાં આવ્યું, જયારે પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીમાં સેરઠ અને હાલારને સમાવેશ કરી એનું મુખ્ય મથક રાજકોટ રાખવામાં આવ્યું. ૧૯
હિંદી સરકારનો કાયદો
ઈ. સ. ૧૯૩૫ ના આ કાયદામાં દેશી રાજ્યો અને બ્રિટિશ પ્રાંતિનું સમવાયતંત્ર રચવાની જોગવાઈ હતી, પરંતુ બહુમતી દેશી રાજ્યોએ એમાં જોડાવા અસંમતિ દર્શાવતાં એ સમવાયતંત્ર અમલમાં આવી શક્યું ન હતું.
જોડાણ-જના (એટેચમેન્ટ સ્કીમ) - કાઠિયાવાડમાં અનેક નામાં અને છૂટાછવાયાં રાજ્ય હોવાને લીધે એના વહીવટમાં ઘણી મુશ્કેલી પડતી તેથી ઈ. સ. ૧૯૪૩ માં એટેચમેન્ટ સ્કીમ દ્વારા હિંદી સરકારે એ નાનાં રાજ્યોને નજીકનાં મોટાં રાજ્યો સાથે વહીવટની સરળતા માટે જોડી દીધાં. આ પગલા સામે નાનાં રાજ્યમાં ઘણે અસંતોષ થયો હત: છતાં ૧૯૪૪ માં બ્રિટિશ પાર્લામેન્ટ કાયદો કરીને એ જનાને કાયમી મંજૂરી આપી દીધી હતી.૨૦ :