Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭૮
આઝાદી પહેલાં અને પછી . સ્થપાયાં, ચેપી રોગચાળાના સમયે રાજ્ય તરફથી સારવાર અને તકેદારીનાં પગલાં ભરાતાં, પરંતુ નાનાં ગામોમાં ભાગ્યેજ કંઈ તબીબી સગવડ મળતી.
દરેક રાજ્યની વાર્ષિક ઊપજમાં ઉત્તરોત્તર વધારો થયો. ખેતી સુધારવાના પ્રયાસ થયા. રાજ્યની આવકનું મુખ્ય રાધન જમીન-મહેસૂલ હતું. ઉપરાંત રેલવે, જનિંગ ફેકટરી, બેન્ક અને ઉદ્યોગોમાં રાજવીઓ નાણું રેકી આર્થિક લાભ મેળવતા. દરેક મોટા રાજ્યમાં વીજળી વારિગ્રહ રસ્તાઓ તાર ટપાલ ટેલિફોન વગેરેની સગવડે દાખલ થઈ. નવાનગર જેવાં કેટલાંક રાજ્યમાં કરવેરાને બોજો વધારે હતે ૧૫ રાજ્યની આવક કરતાં ખર્ચ ઓછું રાખવામાં આવતું.
આ સમય દરમ્યાન ઘણાં રાજ્યોમાં રાજ્યના ખર્ચે રેલવે અને ગ્રામ શરૂ થઈ. વઢવાણ કેમ્પ (પછીથી સુરેંદ્રનગર)-ધ્રાંગધ્રાની રેલવેને ૧૯૧૫ માં હળવદ સુધી લંબાવવામાં આવી. ૧૬ લીંબડી રાજ્ય લીંબડી શહેરમાં ગામથી સ્ટેશન સુધીની કામ શરૂ કરી હતી.
દેશી રાજ્યના રાજવીઓ પોતાના રાજ્ય-અમલની રજતજયંતી અને સુવર્ણ જયંતી ઊજવતા. ગોંડળના મહારાજા ભગતસિંહજીએ ડિસેમ્બર, ૧૯૩૪ માં પિતાના શાસનની સુવર્ણ જયંતી ઊજવી હતી. ૧૭ વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાને હીરક મહોત્સવ ઊજવાયું હતું. જયંતીની ઊજવણી દરમ્યાન રાજવીને ચાંદી કે સુવર્ણથી તુલાવિધિ થતે, મિજબાનીઓ અપાતી, અંગ્રેજ અધિકારીઓ અને નિમંત્રિત રાજવીઓની ઉપસ્થિતિમાં રાજાને સંમાનવાને ભપકાયુક્ત સમારંભ થતે, રાત્રે રેશની તથા આતશબાજી થતી અને કેદીઓની સજામાં ઘટાડો કરવામાં આવતો. રાજા તરફથી કેટલાંક દાનની જાહેરાત થતી. યુવરાજ અથવા રાજકુટુંબના કોઈ સભ્યના લગ્ન પ્રસંગે પણ દાનની જાહેરાત થતી.
અંગ્રેજ સરકારને મદદ
ઈ. સ. ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું અને ઈંગ્લેન્ડ પણ એમાં જોડાયું. એ સમયે દેશી રાજ્યોએ અંગ્રેજોને વિવિધ રીતે ઘણી મદદ કરી. દેશી રાજાઓએ અંગ્રેજોને રોકડ રકમ તંબુઓ ઍખુલન્સ ગાડીઓ તથા સૈનિકોના રૂપમાં મોટી મદદ આપી. મુંબઈ રાજ્યની અને કેંદ્ર સરકારની અનેક યોજનાઓમાં દેશી રાજ્યોને ફરજિયાત પિતાને ફાળે આપ પડત. દેશી રાજ્યનો રાજા
જ્યારે ગવર્નર કે વાઈસરોયની મુલાકાત લે ત્યારે પણ એને નક્કી કરેલી સંખ્યામાં સેના–મહોરે ભેટ આપવી પડતી.