Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
૧૮૦
(૪) સૌરાષ્ટ્રના સયુક્ત રાજ્યમાં (૧૯૪૭ થી ૧૯૫૬)
ઈ. સ. ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારતને આઝાદી મળતાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્ય પણ સ્વતંત્ર બન્યાં. ત્યાંની પ્રજાએ જવાબદાર રાજ્યતંત્રની માગણી ઉગ્ર ખનાવી. સવ*–પ્રથમ ભાવનગર રાજ્યે આ માગણીના સ્વીકાર કરી તારીખ ૧૫ મી જાન્યુઆરી, ૧૯૪૮ ના રાજ રાજ્યના વહીવટ શ્રી બળવંતરાય મહેતાની આગેવાની નીચે પ્રજાને સોંપ્યા અને જો સૌરાષ્ટ્રનુ એકમ રચાતું હોય તે એમાં ભળવાની તૈયારી બતાવી.૨૧ જામનગરમાં તા. ૧૫મી ફેબ્રુઆરી, ૧૯૪૮ ના રાજ કાઠિયાવાડના સંયુક્ત રાજ્ય(United State of Kathiawar)નું સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે ઉદ્ધાટન થયુ. તા. ૧૫ મી એપ્રિલ, ૧૯૪૮ ના રાજ નવા રાજ્યની શરૂઆત કરવામાં આવી. આ સમયે એનુ નામ ‘કાઠિયાવાડનુ સંયુક્ત રાજ્ય'ને બદલે સુધારીને સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય' (United State of Saurashtra) રાખવામાં આવ્યુ`.
પ્રધાનમડળ
નવા સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ તરીકે જામનગરના જામસાહેબ દિગ્નિજયસિહજી તથા ઉપપ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિ ંહજીની વરણી થઈ. શ્રી ઉછર ંગરાય ઢેબર મુખ્ય પ્રધાન અને ખળવંતરાય મહેતા નાયબ મુખ્ય
પ્રધાન બન્યા.
સાલિયાણાં
જે રાજાઓએ એમનાં રાજ્ય સાંપી દીધાં તેમને એમના તે તે રાજ્યનાં કદ અને આવક પ્રમાણે વાર્ષિક સાલિયાણાં બાંધી આપવામાં આવ્યાં. ઉપરાંત એમને કેટલાક વિશિષ્ટ અધિકાર પણ આપવામાં આવ્યા.૨૨ એમનાં માન અને માબા જાળવવામાં આવ્યાં.
જૂનાગઢનું જોડાણ
૧૯૪૭ ના ઑગસ્ટમાં આઝાદી મળ્યા પછી જૂનાગઢના નવાબ મહાબતખાનજી ૩ જાએ પાસ્તિાન સાથે જોડાવાની જાહેરાત કરી તેથી જૂનાગઢની પ્રજાએ આરઝી હકૂમતની રચના કરી નવાબ સામે સંધ' કર્યાં.૨૩ પ્રજાકીય લડતથી ગભરાઈ ને નવાથ્ય પાશ્તિાન નાસી ગયા અને જૂનાગઢ ભારત સાથે જોડાયુ.. જૂનાગઢની સાથે માણાવદર ખાંટવા માંગરાળ સરદારગઢ વગેરે પણ ભારત સાથે જોડાયાં. શામળદાસ ગાંધીના પ્રમુખપદ નીચે ત્રણ સભ્યાની વહીવટી