Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪૭–૬૦)
૧૫૧
એ સૂચવવામાં આવ્યું હતું કે જૂનાં રજવાડાંઓની જોડાણ-જનાને પુનજીવિત કરવી અને કાઠિયાવાડની ૫૦ ટકાથી વધુ વસ્તી ધરાવતાં રાજ્યો જેવાં કે જુનાગઢ ભાવનગર નવાનગર વગેરે)માં નાનાં રજવાડાં જાગીરો અને તાલુકા ભેળવી દેવાં. બીજી દરખાસ્ત પ્રમાણે અધહકૂમતવાળાં અને બિનહકૂમતવાળાં - રા –જાગીરે-થાણુઓને મુંબઈ પ્રદેશ સાથે જોડી દેવાની વ્યવસ્થા કરી શકાય એમ હતું, પણ આ બંને યોજનાઓથી સમસ્યાને આંશિક ઉકેલ જ આવે એમ હતું એટલે કાઠિયાવાડનાં તમામ એકમેનું જોડાણ કરીને એક સંયુક્ત રાજ્ય રચવાનો નિર્ણય લેવામાં આવ્યું. સૌરાષ્ટ્રની રાજકીય ચળવળમાં મહત્ત્વને ભાગ ભજવનારા નેતાઓએ સરદાર પટેલ અને વી. પી. મેનન સાથે મંત્રણાઓ કરી. ભાવનગર અને જામનગરના રાજવીઓએ નવા સૌરાષ્ટ્ર રાજ્યની જનાને સમર્થન આપ્યું. સરદાર પટેલે બીજાં રજવાડાંઓને અપીલ કરી અને એકીકરણની યોજના તૈયાર કરવામાં આવી.
૧૫ મી જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે ભાવનગરમાં જવાબદાર સરકારને આરંભ થયો ૧૨ રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલની સભા થઈ તેમાં એમણે કહ્યું કે ખાબોચિયામાં રહેવામાં સાર નથી, સરોવર બનવું જોઈશે.૧૩ ૧૯૪૮ ના જાન્યુઆરીના અંત સુધીમાં તે સંપૂર્ણ યોજના તૈયાર થઈ ગઈ હતી. બધાં રજવાડાઓ સાથે લાંબી વાટાઘાટો ચાલી અને રાજવીઓએ “સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યરચનાના કરાર પર હસ્તાક્ષર કર્યા. ૧૯૪૮ ની ૧૫ મી ફેબ્રુઆરીએ સરદાર પટેલના હસ્તે નવા સૌરાષ્ટ્ર રાજ્યને આરંભ થયો એ ઘટનાને જવાહરલાલ નહેરુએ “સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ સેંધપાત્ર એકીકરણું ગણાવી. સૌરાષ્ટ્રનું બંધારણ ઘડવા બંધારણ સભાને ચૂંટવામાં આવી અને એ જ ગાળામાં લેમત લઈને જૂનાગઢ માંગરોળ માણાવદર બાબરિયાવાડ બાંટવા અને સરદારગઢને સૌરાષ્ટ્રના ભાગ તરીકે સમાવિષ્ટ કરાયાં. આમ ૨૩,૨૭૬ ચેરસ માઇલમાં ૪૧.૫૭ લાખની વસ્તી ધરાવતું “સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. એના. હાલાર સોરઠ ગોહિલવાડ ઝાલાવાડ અને મધ્ય સૌરાષ્ટ્ર એવા પાંચ જિલ્લા કરાયા. એના પ્રથમ પંતપ્રધાન શ્રી ઉછરંગરાય ઢેબર બન્યા. ૧૯૫૬ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું. કચ્છની સમસ્યા
- રાજભાષા અને સંસ્કૃતિની દષ્ટિએ કચ્છ ગુજરાતનો જ ભાગ હતો. કચ્છ પ્રજામંડળના નેતાઓની સક્રિયતા પછી એને વિલય સૌરાષ્ટ્રની સાથે કરવાની એક દરખાસ્ત આવી હતી, પણ ભારત-વિભાજનને લીધે કરછ પાકિસ્તાનની