Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪૭-૬૦)
૧૪૯
વહીવટ મેં અને પોલીસ અને સૈન્યની ટુકડીઓનાં શસ્ત્રો વગેરેને કબજે સંભાળી લેવા. પાકિસ્તાન સરકારને જણાવવામાં આવ્યું કે રાજ્ય-કાઉન્સિલની ઈચ્છા અને માગણી મુજબ જૂનાગઢને વિલય હિંદી સંધ સાથે કરવામાં આવ્યો છે.
આવી જાહેરાત પછી પાકિસ્તાને મેં ખોલ્યું. પાક-વડાપ્રધાન લિયાકતઅલીખાને ૧૫ મી નવેમ્બરે હિંદી સંધના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પત્ર લખીને જૂનાગઢ-વિલયને વિરોધ પ્રદર્શિત કર્યો. એણે એમાં જણાવ્યું હતું કે “જૂનાગઢ રાજ્ય પાકિસ્તાન સાથે યોગ્ય રીતે ધોરણસર જોડાયેલું હતું તેથી રાજ્યના દીવાન કે નવાબને હિંદી સરકારની સાથે એ અંગે કોઈ વિચાર કે નિર્ણય લેવાને અધિકાર રહેતા નથી. ઉપરાંત પાકિસ્તાનની મંજૂરી સિવાય એ રાજ્યની હદમાં હિંદી સંઘનું લશ્કર મેકલીને એના વહીવટને કબજે લેવામાં હિંદી સરકારે પાકિસ્તાનના પ્રદેશના સરહદી કાનૂનને ભંગ કર્યો છે, એટલું જ નહિ, પણ આંતરરાષ્ટ્રિય કાયદાને પણ ભંગ કર્યો છે.
પ્રત્યુતરમાં શ્રી નહેરુએ જણાવ્યું :
હિંદી સરકારે જૂનાગઢ પર કોઈ આક્રમણ કર્યું નથી. જૂનાગઢ રાજ્યની કાઉન્સિલ પાકિસ્તાન સરકારની પ્રેરણાથી જ કામ કરતી હતી અને કાઉન્સિલના સભ્યો સર ભૂત અને કેપ્ટન હા* જેન્સ વારંવાર જૂનાગઢ રાજ્ય સંબંધે પાકિસ્તાન સરકારને સંપર્ક રાખતા હતા અને જૂનાગઢમાં શું કરવું એ અંગે તમારી સલાહ લેવા માટે લાહેર કરાંચી જતા હતા. એમણે જોયું કે જૂનાગઢનું રાજ્યતંત્ર સાવ ખોરવાઈ ગયું છે અને હિંદી સરકાર એને કબજે ન લે તે તંત્ર પડી ભાગે એમ છે, એની માઠી અસર સમગ્ર સૌરાષ્ટ્ર પર થાય. બીજી બાજુ, આરઝી હકૂમત આવા સંજોગોમાં રાજ્યને કબજે લેત તે સંભવ હતો કે ખૂનામરકી અને અંધાધૂંધી પ્રતતી હેત. આ સ્થિતિમાં દીવાન સર શાહનવાઝખાન ભૂતાની લાગણીને હિદી સરકાર ઇન્કાર કરે તો એનું પરિણામ ખતરનાક આવે, જૂનાગઢની હયાતી ભયમાં મુકાય અને રક્તપાત તેમજ અરાજકતા સર્જાય. આ પરિસ્થિતિને
ખ્યાલ દીવાને નવાબને આપ્યા હતા અને નવાબના સૂચન પ્રમાણે દીવાન વર્યા હતા. હિંદી સરકારે જૂનાગઢની કામચલાઉ સરકારને માન્ય નથી કરી, પણ એમાં જે વ્યક્તિઓ છે તે પ્રજાની વિશ્વાસપાત્ર છે તેથી રાજ્યની પ્રજાની વિનંતીથી કાઉન્સિલે જે પગલે પ્રજાના હિતમાં ભર્યું તેની વચ્ચે હિંદી સરકાર આવે અને પ્રજાની માગણીને ઇનકાર કરે એ ઉચિત નહેાતું”.