Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય ઈતિહાસ (ઈ. સ. ૧૯૪૭-૬૦)
૧૪૭ આ રાજ્ય પાકિસ્તાનમાં જોડાય તે અખંડિતતા પર જોખમ હતું. પ્રજાના આગેવાને એકત્રિત થયા. મુંબઈમાં જૂનાગઢવાસીઓની બેઠક થઈ જૂનાગઢના આગેવાનોએ પણ નવાબના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો.
' વી. પી. મેનન માણાવદરના નવાબને મળ્યા. માણાવદર એક સે ચેરસ માઈલને નાને નવાબી તાલુકા હતું. ત્યાંના ખાને પણ જૂનાગઢના પગલે પગલે પાકિસ્તાન સાથે માણવદરને જોડવાની ઈચ્છા જાહેર કરી હતી. મેનનની સલાહ ખાને માની નહિ. માંગરોળના શેખે સ્ટેન્ડ સ્ટિલના કરાર પર સહી કરી આપી.
દરમ્યાન જૂનાગઢમાં બહુમતી હિંદુ પ્રજા પર ત્રાસ શરૂ થયું. લેકે - હિજરત કરવા લાગ્યા. જૂનાગઢ તાબાનાં ૫૧ ગામ ધરાવતા બાબરિયાવાડના ગરાસદારોએ ખુલ્લે બળવો કરીને હિંદી સંધમાં જોડાવાની જાહેરાત કરી અને વિલયના કરારપત્ર પર સહી કરી આપી.
૧૩ મી ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે કેપ્ટન બનેસિંહે રાજકોટના રેસિડેન્ટને ચાર્જ સંભાળ્યું. એજન્સીના ત્રીજાથી પાંચમા વર્ગનાં તમામ રજવાડાં અને એજન્સીનાં બાર થાણાં આ રીતે હિંદી સંધ તળે આવી ગયાં, પણ જૂનાગઢને સવાલ એ ને એવો હતે. એણે બાબરિયાવાડ કબજે કરવા માટે પિતાનું દળ મોકલ્યું હતું. હિંદી સરકારે આ પગલાંને પિતાના પરના આક્રમણ તરીકે ગયું અને એની ગંભીર નેંધ લીધી. નહેરુને સમજાવીને સરદારે હિંદી સંધની લશ્કરી ટુકડીઓ બાબરિયાવાડના રક્ષણ માટે મોકલી આપી.
આ દરમ્યાન પ્રજાકીય લડતને પણ વેગ મળે, ૨૫મી ઓગસ્ટે રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ' મળી તેમાં એક “સંરક્ષ સમિતિ” નિયુક્ત કરવામાં આવી. ૨૫ મી સપ્ટેમ્બરે મુંબઈમાં માધવબાગ ખાતે મળેલી સૌરાષ્ટ્રવાસીઓની સભામાં ઢેબરભાઈ દુર્લભજી ખેતાણી, નરેંદ્ર નથવાણી, પુષ્પાબહેન મહેતા, “જન્મભૂમિ'ના તંત્રી અમૃતલાલ શેઠ, બળતરાય મહેતા, શામળદાસ ગાંધી વગેરેએ જૂનાગઢનીમુક્તિ માટે હાકલ કરી. “આરઝી હકૂમત” સ્થપાઈ અને એના “સરનશીન શામળદાસ ગાંધી બન્યા. જૂનાગઢની કામચલાઉ સરકારના મુખ્ય પ્રધાન અને 'બીજા પ્રધાનનું પ્રધાનમંડળ રચાયું. શામળદાસ ગાંધી અને બીજા નેતાઓ જૂનાગઢ તરફ નીકળવા રવાના થયા. મહમદઅલી ઝીણા અને મુસ્લિમ-લીગના નેતાઓ જૂનાગઢ-બાંટવા વગેરે સ્થાનોએ જઈને હિંદી સંઘ-વિરોધી વ્યુહરચના 'ગોઠવી આવ્યા હતા. રાજકોટમાં જૂનાગઢ રાજ્યની મિલક્ત સમાન “જૂનાગઢ હાઉસને કબજો ૩૦ મી સપ્ટેમ્બરે આરઝી હકૂમતે લીધે. યુવકેને સશસ્ત્ર તાલીમ અપાઈ રિબંદરની મેર તેમ આયર બાબરિયા વગેરે લડાયક કેમે “આરઝી