Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
- ' દિલ્હીમાં વચગાળાની સરકાર સ્થપાઈ ત્યારથી જ હિલચાલ શરૂ થઈ ગયેલી. જામસાહેબ કાઠિયાવાડનાં નાનાં-મોટાં રજવાડાંઓનું એક જૂથ બને એ માટે પ્રયત્નશીલ હતા, પણ પ્રજામંડળના નેતાઓને એ યાજના બહુ પસંદ પડી નહિ. પ્રજામંડળના નેતા શ્રી ઉછરંગરાય ઢેબરે “જામ-જૂથેજના' નામે જાણીતી દરખાસ્તને વિરોધ કર્યો, સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ જના પરત્વે અસંમતિ દર્શાવી.૪
* નાણાકીય વ્યવસ્થા, દેશી રાજ્યનાં બદર જકાત રેલવે પેસ્ટ ટેલિગ્રામ વગેરેનું એકીકરણ, બંધારણીય ગૂંચ ઉકેલ, એવાં કામ માટે વી. પી. મેનન, કૃષ્ણમાચારી, દાંડેકર અને બેનીગલ નરસિંહરાવને સરદારે કાઠિયાવાડનાં જુદાં જુદાં રજવાડાંઓમાં મોકલ્યા..
વિરમગામની લાઇનદોરી, આયાત-નિકાસની અવ્યવસ્થા અને અસમાનતા, રિલવેના પ્રશ્ન, કચ્છ અને બીજે અલગ ચલણી નાણુને ઉપયોગ, રજવાડાંઓનાં પિતપતાનાં સુરક્ષાદળ વગેરે એવા ગૂંચવાડાભર્યા પ્રશ્ન હતા કે એનો ઉકેલ લાવવામાં સમય જાય એમ હતું. કાઠિયાવાડમાં જેટલાં રાજકીય ટપકાં હતાં તેટલાં બીજા કોઈ પ્રદેશમાં નહોતાં. ભાવનગર જુનાગઢ નવાનગર ધ્રાંગધ્રા પોરબંદર મોરબી ગોંડળ વાંકાનેર પાલીતાણા ધોળ લીંબડી રાજકોટ વઢવાણ અને જાફરાબાદ એમ '૧૪ “સલામી રા' હતાં. * સ્વાતંત્ર્ય અને સત્તાના હસ્તાંતર પછી બ્રિટિશ શાસને તે રજવાડાંઓમાંથી પોલિટિકલ ડિપાર્ટમેન્ટ ખસેડી લીધું હતું તેથી હિંદી સરકારે વહીવટની જવાબદારી કાઠિયાવાડ પ્રદેશના કમિશનર તરીકે નિમાયેલા શ્રી નીલમ બૂચને સોંપી. દર મ્યાન પ્રજા પણ અધીરી થઈ મૂળીમાં લેકએ ઑફિસે ન્યાયાલય અને સરકારી મકાને કબજે કર્યા. ધ્રાંગધ્રામાં ખેડૂતોએ કૃચ કાઢી. જવાબદાર રાયત ત્રની પ્રજાકીય માંગને સૌ-પ્રથમ ભાવનગરના મહારાજાએ સ્વીકારી. ગાંધીજી અને સરદારને મળીને એમણે પ્રજામંડળના વડા શ્રી બળવંતરાય મહેતાને મુખ્ય પ્રધાનની જવાબદારી સોંપી. ભાવનગરનું પ્રધાનમંડળ રચાયું. ક્રમશ: બીજાં રજવાડાં પણ વિલય માટે તૈયાર થવા લાગ્યાં. જૂનાગઢની સમસ્યા અને આરઝી હકૂમત ! | સરળ લાગતી આ પ્રક્રિયામાં જૂનાગઢ એક મેટાં અવરોધક બળ તરીકે બહાર આવ્યું અને ૧૪મી ઑગસ્ટ, ૧૯૪૭ ના દિવસે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની પિતાની ઈચ્છા જાહેર કરી ! એંસી ટકા હિંદુ પ્રજા ધરાવતું