Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
વી. પી. મેનન અને બીજા રાજકીય નિરીક્ષકાની માન્યતા એવી હતી કે જૂનાગઢના પ્રશ્ને હિંદી, સંધને ભીંસમાં લઈ પાકિસ્તાન કાશ્મીર પ્રશ્નને પોતાની તરફેણમાં લઈ જવા માગતું હતું.
૧૫૦
૧૩ મી નવેમ્બર, ૧૯૪૭ ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા. આરઝી હકૂમતનું કાય" પૂરું થયું હોઈ પ્રતીકરૂપે તલવાર શામળદાસ ગાંધીએ સરદારને અ`ણ કરી. બહાઉદ્દીન કૉલેજના પટાંગણમાં જનમેદનીને સખેાધતાં રક્તપાત વિના વિજય મેળવવા' માટે પ્રજાને અભિનંદન આપ્યાં.૧૦ આ સભામાં પણ સરદારે પ્રજાને પ્રશ્ન કર્યાં : તમે હિંદુ સાથે જોડાશે કે પાકિસ્તાનની સાથે ?? જવાબમાં ‘હિ ંદની સાથે' શબ્દો દ્વારા પ્રજાએ સ ંમતિ આપી. ત્યારબાદ સરદારે કહ્યુ કે ‘જૂનાગઢની પ્રજાના અભિપ્રાય પણ આપણે વિધિસર મતદાન-પદ્ધતિથી લઈશુ.’૧‘
એ જ દિવસે સરદાર વેરાવળ ગયા અને પ્રભાસ પાટણમાં સામનાથ મહાદેવના મંદિરને પુનરુદ્ધાર કરાવવાની ઘોષણા કરી.
ફેબ્રુઆરી, ૧૯૪૮ માં જૂનાગઢ રાજ્યે પાકિસ્તાનની સાથે જવું કે હિંદી સંધમાં ભળવું એને લોકમત લેવાયો. ગુપ્ત મતદાન દ્વારા લેવાયેલા આ લા– અભિપ્રાયમાં વિશાળ બહુમતી (૧,૯૦,૮૭૦ મત) ભારત સાથેના વિલયની તરફેણમાં રહી અને માત્ર ૯૦ મત પાકિસ્તાન સાથેના વિલયને માટે પડયા. પ્રજાની બહુ મતીએ આપી દીધેલા ચુકાદા પછી પણ પાકિસ્તાને વારંવાર આ પ્રશ્ન વ્યૂહરચનાના એક ભાગરૂપે ઉઠાવવાના ચાલુ રાખ્યા.
પાકિસ્તાન સરકારે યુને-સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી, જૂનાગઢના નવાબના હોદ્દો ચાલુ રાખ્યા . અને જે ટપાલ-ટિકિટો છાપી તેમાં ‘વિવાદાસ્પદ પ્રદેશા'ની નોંધમાં કાશ્મીરની સાથે જૂનાગઢ અને માણાવદરને પણ નિર્દેશ કર્યાં. પરંતુ ઈતિહાસ સ ંસ્કૃતિ અને ભૌગોલિક-તમામ પ્રકારે ‘સરવા સારઢ’ નામે જાણીતા જૂનાગઢ—વિસ્તાર ગુજરાતના જ એક અવિચ્છિન્ન ભાગ છે એ તથ્યની અવહેલના થઈ શકી નહિ.
સૌરાષ્ટ્રનાં રાજ્યાનુ એકીકરણ
જૂનાગઢની સમસ્યાને રાજકીય ઉકેલ આવવાથી વિક્ષેાભનુ વાતાવરણ થાડુંક હળવું થયું, પણ હજુ વિલીનીકરણની લાંખી પ્રક્રિયા બાકી જ હતી. કાઠિયાવાડના રાજકીય નેતાઓની સાથે સરદાર પટેલે ચર્ચા કરી ત્યારે એક વિકલ્પ