Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
પાસેના સેલવાસ તરફ જવું હોય તે ફિરંગી સેનાએ ભારતીય સામુદ્રિક સરહદ પસાર કરવી પડે. ભારત સરકારે એમ કરવા દેવા માફ ઈનકાર કર્યો. ફિરંગી શાસને ભારત વિરુદ્ધ હેગ-અદાલતમાં ફરિયાદ પણ કરી. દમણ પર ઈશ્વરલાલ દેસાઈને નેતૃત્વ હેઠળ પ્રજાએ કૂચ કરી તેના પર ફિરંગી સૈનિકોએ ગોળીઓ ચલાવી અને સેંકડોની ધરપકડ કરીને ગાવાની જેલમાં ધકેલી દીધા. ગેવા-મુક્તિ આંદોલન પણ પ્રભાવશાળી રીતે ચાલ્યું હતું. છેવટે ૧૯૫૪ થી ચાલેલી લડતનું સુખદ પરિણામ, ૧૯૬૧ માં ભારતીય સૈન્ય દીવ-દમણ-ગોવાને કબજે લીધે ત્યારે જ, આવ્યું. દીવ ૧૮મી ડિસેમ્બર, ૧૯૬૧ ના રોજ શરણે આવ્યું. દીવ દમણ ગવાને ગુજરાત કે મહારાષ્ટ્રની સાથે શાસકીય દૃષ્ટિએ વિલીન કરવાને બદલે કેન્દ્રશાસિત રાખવામાં આવ્યાં છે, પણ એમાંનાં દીવ અને દમણમાં ગુજરાતીપણાની સ્પષ્ટ છાપ છે.
રાજકીય પ્રશાસનની સમસ્યા
વિલીનીકરણ પછીની સમસ્યા રાજકીય પ્રશાસનની હતી. સંસદીય લેકશાહીના આદશને સ્વતંત્ર ભારતે સ્વીકાર કર્યો હતો એટલે રાજ્ય સરકારનું અસ્તિત્વ અનિવાર્ય હતું. ગુજરાતના એક પ્રાદેશિક એકમને આવી વિધાનસભા અને સરકાર આપી શકાઈ હોત, પણ ભાષાવાર પ્રાંતચના કરવી કે કેમ એ સવાલને ગંભીરતાથી વિચાર જ નહતે થે. ગાંધીજીની હત્યા, વિભાજન અને કોમી રમખાણ, હિજરત વગેરે સમસ્યાઓથી ઘેરાયેલા કેન્દ્રીય નેતૃત્વને રાજ્ય-રચના વિશે વિચારવા બહુ સમય નહે મળે એટલે એ ગાળા દરમ્યાન સૌરાષ્ટ્રનું “અ” વર્ગનું અલગ રાજ્ય સ્થપાયું, એની વિધાનસભા બનાવવામાં આવી. પહેલી ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસને સત્તા સંપી અને ઢેબર-પ્રધાનમંડળ રચાયું. કચ્છને કેન્દ્રશાસિત વિસ્તાર બનાવ્યું અને બાકીના ગુજરાતને મુંબઈ વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળ્યું.
પ્રાદેશિક પુનર્રચનાનો પ્રશ્ન તે સમય જતાં આવી વિષમ અને પડકારયુક્ત પરિસ્થિતિ થાળે પડી ત્યારે સ્વતંત્ર ભારતનાં રાજ્યની શાસકીય દૃષ્ટિએ કેવી રચના થવી જોઈએ એને વિચાર શરૂ થયું. ૧૯૨૮ માં કોંગ્રેસે નિયુક્ત કરેલા મેતીલાલ નહેરુ પંચે ક્યારનું જણાવી દીધું હતું કે આજ સુધી બ્રિટિશરોએ જે રીતે પ્રાદેશિક રચનાઓ કરી છે તે કઈ રીતે તર્કસંગત નથી, એના પર પુનર્વિચારણા કરવી જ રહી.૧૬