Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય ઈતિહાસ (ઈ. સ. ૧૯૪૭-૪)
૧૫૯ જાય એ માટે પાંચ વર્ષ પછી આ રાજ્યમાંથી ગુજરાતે ખસી જવાની છૂટ રાખવાનું સૂચવવામાં આવ્યું છે. પંચની ભલામણને સ્વીકારવા મહારાષ્ટ્રના આગેવાને તૈયાર હોય તે આ સમિતિ આ નાજુક પ્રશ્નના કાયમી ઉકેલ તરીકે સ્વીકારવા તૈયાર હતી અને છે, પણ મહારાષ્ટ્રના આગેવાને આ ભલામણને અસ્વીકાર કરતા હોય તે ગુ. પ્ર. કે. સ. એ અભિપ્રાય ધરાવે છે કે સૌના હિતમાં મુંબઈ રાજ્યની જગ્યાએ મહારાષ્ટ્ર-મુંબઈ-ગુજરાત એમ ત્રણ રાજ્ય રચવામાં આવે. ૨૧
કારોબારી સમિતિએ ત્રણ રાજ્યની માગણીને સ્પષ્ટ કરતે ઠરાવ પણ કર્યો. દરમ્યાન મહારાષ્ટ્રમાં વિરોધ હિંસક બન્યા. ૧૧-૧૨ મી ફેબ્રુઆરીએ અમૃતસરમાં મળેલા કોંગ્રેસ અધિવેશને “રાષ્ટ્રને હાલ” કરી કે “રાજ્યપુનર્રચનાના સવાલ પર આપણે લેશાહી અને પ્રગતિને નિષેધ ન થાય અને સંકુચિત પ્રાંતવાદ તરફ દરવાઈ ન જવાય એવી અપીલ કરીએ છીએ.”
કેંગ્રેસ કારોબારી સમિતિએ લીધેલા નિર્ણયના અનુસંધાને રાજ્યપુનરરચનાને ખરડો તૈયાર થયે અને લોકસભામાં રજૂ થશે. પહેલા વાચન દરમ્યાન સર્વશ્રી એસ. કે. પાટિલ, અશેક મહેતા, તુલસીદાસ કીલાચંદ વગેરેએ સૂચવ્યું કે પંચની મુંબઈ રાજ્ય–સ્યના વિશે ફેરવિચાર કરે જોઈએ. ૨૨ ૨૩૨ સંસદસભ્યોએ એક આવેદનપત્ર તૈયાર કર્યું તેમાં જણાવાયું કે મુંબઈનું ગુજરાતી-મરાઠી ભાષાના વિસ્તારનું સંયુક્ત રાજ્ય રચવું.' કેંગ્રેસની આંતરિક એકતા કસોટીએ ચડી. વડાપ્રધાનને આટલી મોટી સંખ્યામાં સાંસદોએ કહ્યું એ વિશે વિચારવું પડે એમ હતું. લોકસભામાં આ માગણી પર મત લેવાય તે એને વ્યાપક સમર્થન મળે એમ હતું એટલે ફરી કારોબારી મળી, પણ વિકલ્પને રસ્તો સાંકડો હતે. ગુજરાત કેંગ્રેસે વરિષ્ઠોને જણાવી દીધું હતું કે લેલાગણે આપણી તરફેણમાં નથી.”
પણ ત્રણ રાજ્યના નિર્ણયમાં ફેરફાર થયો અને પ્રિભારી રચનાને સ્વીકાર થયા. પ્રજાની એવી માન્યતા હતી કે ગુજરાતનું અલગ રાજ્ય થશે, પણ એમ થવાને બદલે દ્વિભાજી મળ્યું. ૮ મી ઓગસ્ટે અમદાવાદના યુવકે ભદ્રમાં આવેલા કેંગ્રેસ-ભવન સમક્ષ જઈ પહોંચ્યા અને કહ્યું કે હવે આપણે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપ.”૨૩ રાજકીય નેતૃત્વ પિતે જ જ્યાં દિધાગ્રસ્ત હોય ત્યાં માર્ગદર્શન શું આપી શકે ? વાતાવરણ તંગ બન્યું અને વિદ્યાથીઓ પર ગોળીઓ ટી. ; મહાગુજરાત-આંદલનની આમ ભૂમિકા આઠમી ઓગસ્ટ ની ઘટનાઓએ બાંધી આપી છે