Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૭૮
આઝાદી પહેલાં અને પછી
*=
=
= ===
ડિસ્ટ્રિકટ અને આસિસ્ટન્ટ જજોની નિમણૂક ઇન્ડિયન અથવા સ્ટેપ્યુટરી સિવિલિયને અથવા પ્રોવિન્શિયલ સર્વિસીઝના સભ્યોમાંથી કરવામાં આવતી. બીજા વર્ગના સડિનેટ જજ રૂપિયા ૫,૦૦૦ થી ઓછી રકમને દાવો દાખલ કરી શક્તા, પણ એને અપીલની સત્તા નહતી. પ્રથમ વર્ગના સર્ડિનેટ જજ પાસે બધા જ મૂળભૂત દીવાની દાવાઓની સત્તા હતી. ગુજરાતમાં ખાસ પ્રકારની “સ્મલ કોઝ કે અમદાવાદ નડિયાદ ભરૂચ અને સુરતમાં હતી. મામલતદારને સ્થાવર મિલક્તને તાત્કાલિક કબજે લેવાના દાવાઓ અંગે નિર્ણય કરવાની સત્તા હતી, પરંતુ એમના નિણ ઉપર ફેર-વિચારણું હાઈકોર્ટમાં કરી શકતી. - સમગ્ર પ્રેસિડેન્સીમાં સેશન્સ જજે અને આસિસ્ટન્ટ સેશન્સ જજે પાસે ફોજદારી અદાલતની કાર્યવાહી હતી. ડિસ્ટ્રિકટ અધિકારીઓને મૂળભૂત ગુનાના કાર્યની તપાસ સોંપવામાં આવી હતી કે તેઓ મૅજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા. સેશન્સ કેર્ટોમાં અધિકારીઓના ત્રણ વગ હતા. સેશન્સ જજ એ ડિસ્ટ્રિકટ જજ હતા, ઍડિશનલ સેશન્સ જજ એ સંપૂર્ણ સત્તા સાથે આસિસ્ટન્ટ જજ હતું અને પછી આવતે આસિસ્ટન્ટ સેશન્સ જજ. સેશન્સ જજ કોઈ પણ ગુના માટે કાયદેસરની સજા કરી શકતા, પરંતુ એને મોતની સજા માટે હાઈકેટની પરવાનગી લેવી પડતી. ઑડિશનલ સેશન્સ જજ સરકાર કે સેશન્સ જજ દ્વારા સોંપાયેલા ગુનાના દાવા ચલાવી શકતે. આસિસ્ટન્ટ સેશન્સ ફક્ત સરકારે સૂચવેલા કે ઍડવોકેટ-જનરલ દ્વારા આપવામાં આવેલા કે સેશન્સ જજના ખાસ આદેશ દ્વારા અપાયેલા દાવા જ ચલાવી શક્તા.૩ નોંધણી (રજિસ્ટ્રેશન)
સ્થાવર મિલક્ત ઉપરના અધિકારની અને અમુક કિંમતની જંગમ મિલકતની નોધણી કરાવવી ફરજિયાત હતી. આ માટે તાલુકાઓમાં સબ-રજિસ્ટ્રારે અને ડિસ્ટ્રિકટ માટે કલેકટરે આ કામ કરતા. સમગ્ર ખાતા ઉપર ઇસ્પેકટરજનરલ ઓફ રજિસ્ટ્રેશનને કાબૂ હતો.' લોકલ સેલફ-ગવર્નમેન્ટ (સ્થાનિક સ્વરાજ્ય)
લેલ બોડૅ અને મ્યુનિસિપાલિટીઓ દ્વારા વહીવટીતંત્રની કેટલીક શાખાઓ ઉપર સ્થાનિક કાબૂ સ્થાપવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિકટ કે તાલુકા ઉપર લેકલ બેડની અને સિટી કે નગર ઉપર મ્યુનિસિપાલિટીની સત્તા સ્થાપવામાં આવી હતી, આ માટેની સ્થાનિક કમિટીઓ સરકાર દ્વારા નિમાયેલા કે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી હતી. એમને કેળવણી, રસ્તાઓ, જળાશયોનાં બાંધકામે,