Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજ્યતંત્ર
૧૭૧માં '
દૂષણ–નિવારણ અને સામાન્ય રીતે એમના વિસ્તારની સુધારણા માટે ફંડોમાંથી ખર્ચ કરવાની સત્તા આપવામાં આવી હતી.
દરેક ડિસ્ટ્રિકટમાં એક ડિસ્ટ્રિક્ટ બેઠું હતું. દરેક ડિસ્ટ્રિકટને બધી જમીનમહેસૂલની ઉઘરાણી ઉપર એક રૂપિયે એક આને (હાલના છ પૈસા) ફંડ ખાતે મળો. જે ફંડ ભેગું થાય તેને ત્રીજો ભાગ કેળવણું પાછળ ખર્ચવાને હતે. ડિસ્ટ્રિકટ બઈ બાકીની રકમને થોડો હિસ્સા તાલુકા બોડેને આપતું અને એ પછી બાકી રહેલી રકમ નિયમ મુજબ વાપરવાની એને છૂટ હતી ડિસ્ટ્રિકટ કમિટી. એમાં ડિસ્ટ્રિકટના મુખ્ય અધિકારીઓ અને કલેકટરે પસંદ કરેલા સભ્ય હતા. તાલુકા કમિટીઓ કલેકટર, સબડિવિઝન ઑફિસ, મામલતદાર, અને કલેક્ટરે ત્રણ અથવા વધારે નીમેલા સભ્યોની બનેલી હતી.
તાલુકા બોર્ડોમાં ચૂંટાયેલા અને નિમાયેલા સભ્યોની સંખ્યા એકસરખી રાખવામાં આવી હતી. ડિસ્ટ્રિકટ બોર્ડમાં કેટલાક નિમાયેલા સભ્યો તેમજ તાલુકા બે મ્યુનિસિપાલિટીઓએ અને ઇનામી ગામના ઇનામદારએ ચૂંટેલા સભ્યો હતા. સામાન્ય રીતે કલેકટર ડિસ્ટ્રિકટ બેડને પ્રેસિડેન્ટ હતા, જ્યારે એના અસિસ્ટન્ટે એના તાબાનાં તાલુકા બેડ઼ના પ્રમુખ તરીકે કાર્ય કરતા. પબ્લિક વર્કસ ખાતું
આ ખાતા ઉપર બે ચીફ એન્જિનિયર હતા, જે સરકારના સેક્રેટરીઓ પણ હતા. ડિવિઝને ઉપર સુપરિન્ટેડિંગ એન્જિનિયરો, ડિસ્ટ્રિકટો ઉપર એઝિકયુટિવ એન્જિનિયરે અને જરૂર પ્રમાણે આસિસ્ટન્ટ એન્જિનિયરો. હતા આ અધિકારીઓને બધા જ પ્રકારનાં જાહેર કાર્ય કરવાનાં હતાં, પરંતુ કેટલાક કિસ્સાઓમાં મહત્ત્વનાં સિંચાઈ-કામ વધારાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને સેંપવામાં આવતાં. આ ખાતાના કાર્યક્ષેત્રમાં રસ્તાઓ પુલ હોસ્પિટલે ઑફિસે સિંચાઈ માટેનાં જળાશયે નહેરો વગેરેના બાંધકામ અને જાળવણી હતાં. એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ ડિસ્ટ્રિકટ બેઈને સભ્ય પણ હતો. પિલીસ અને જેલો
ડિસ્ટ્રિક્ટ પિલીસ એ પગારદાર અંગ હતું અને એના દરજજા હતા, જેમાં કોસ્ટેબલથી શરૂઆત થતી. તાલુકા અને ડિસ્ટ્રિકટ ચીફ કોસ્ટેબલે અને ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડેટના તાબા નીચે હતા. એમની વચ્ચે ઇન્સ્પેકટરે હતા અને કોઈક વાર આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂક પણ થતી, ડિસ્ટ્રિકટના પિલીસવહીવટીતંત્ર ઉપર ડિસ્ટ્રિકટ મૅજિસ્ટ્રેટને કાબૂ હતા, પરંતુ એને કમિશનરના