Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪૭–૬૦)
પણ પ્રાદેશિક પુનર્રચનાને આધાર શું હોઈ શકે ભૌગોલિક કે રાજકીય અનુકૂળતા કે ભાષાવાર પ્રાંતરચના ? આ એક રાજકીય અને ભાવાત્મક વિકટ પ્રશ્ન હતું. ૧૯૨૦ માં ભારતીય રાષ્ટ્રિય કોગ્રેસે ભાષાવાર પ્રાંતરચનાને ઠરાવ પહેલી વાર પસાર કર્યો ત્યારે પણ એના વિશે વિવાદ તે હતો જ. ૧૯૨૮ માં મોતીલાલ નહેરુ સમિતિએ પ્રાદેશિક પુનરરચનાને અહેવાલ આપે. ૧૯૪૮ માં
જ્યારે સૌરાષ્ટ્રનાં રાજ્યનું વિલીનીકરણ થયું ત્યારે સરદાર પટેલે સંકેત આપ્યો હતો કે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ મળીને એક ગુજરાત રાજ્ય” થઈ શકે ૧૭ કનૈયાલાલ મુનશીએ સાંસ્કૃતિક ગુજરાતની કલ્પના ઇતિહાસના આધારે-કરીને ગુજરાતની અસ્મિતા' શબ્દ અને ભાવનાને વ્યક્ત કર્યા દાર કમિશન - ૧૯૪૮ માં “ઘર કમિશન” નિમાયું તેની સમક્ષ એવી પણ રજૂઆત થઈ કે અત્યારે રાજકીય પરિસ્થિતિ વિભાજન અને આઝાદીના નિર્ણાયક પ્રભાવ હેઠળની છે એટલે આવતાં દસ વર્ષ સુધી ભાષાવાર પ્રાંતરચનાની વાત ઉખેળવી ન જોઈએ, કેમકે એમ કરવાથી બીજી સમસ્યાઓ ઊભી થશે. | દાર કમિશને (જૂન, ૧૯૪૮) સાફ સાફ જણાવ્યું કે ભાષાવાર પ્રાંતરચના ઉચિત નહિ ગણાય. જાન્યુ, ૧૯૪૯ માં રચાયેલી જે. વી. પી. (જવાહરલાલ– વલ્લભભાઈ–પટ્ટાભી સીતારામૈયા) સમિતિએ પણ લગભગ આવું જ મંતવ્ય આપ્યું અને ૧૯૫૩ માં રચાયેલા ફઝલઅલી પંચ સમક્ષ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ (૧૯૫૪, જાન્યુઆરી) એક ઠરાવ કર્યો કે ભાષાકીય પ્રાંતરચના પારાવારની રાષ્ટ્રિય એકતા સમક્ષની મુસીબતે પેદા કરશે. ૪ થી એપ્રિલ, ૧૯૫૪ ના દિવસે કોંગ્રેસની રાષ્ટ્રિય કાર્યસમિતિ નવી દિલ્હીમાં મળી. ઘણાંના મનમાં ગડમથલ હતી, પણ વિરાધને પ્રબળ સ્વર વ્યક્ત કરવા સુધીની તૈયારી નહોતી. છેવટે નક્કી એટલું થયું કે રાજ્યપુનર્રચના પંચ પાસે પ્રાદેશિક કોંગ્રેસ એકમ પિતાનું દૃષ્ટિબિંદુ જરૂર વ્યક્ત કરી શકશે, પણ વિરોધ પક્ષ સાથે આ પ્રશ્ન એકત્ર થઈને કોઈ કાર્યક્રમ આપવાનું કે વિધાનસભામાં ઠરાવ લાવવાનું મંજૂર નહિ રખાયું. જવાહરલાલ નહેરુએ ૨૬ મી મે, ૧૯૫૪ ના રોજ કોંગ્રેસ અધ્યક્ષની હેસિયતથી બધાં એકમોને પત્ર લખીને જણાવ્યું કે અલગતા પેદા કરે તેવાં જોખમો પ્રત્યે સાવધ રહેવું ૧૮
ગુજરાત કોંગ્રેસે આદેશને પાળી બતાવ્યું. લેક્લાગણી દ્વિભાષીની વિરુદ્ધમાં હતી, પણ કોંગ્રેસે અલગ રહીને જ પંચ સમક્ષ રજૂઆત કરી. આ રજૂઆત