Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૫૪
આઝાદી પહેલાં અને પછી ચ લ્યા ગયા. રાજ્યની તિજોરી તળિયાઝાટક હતી. ડૉ. મહેતાએ ધારાસભા મેલાવી. ૫૮ માંથી ૫૧ સભ્ય હાજર હતા તેમણે એ પ્રસ્તાવ પસાર કરીને મહારાજામાં જનતાને અ–વિશ્વાસ જાહેર કર્યાં અને રાજ્યની તિજોરીમાંથી ઉચાપત થયેલા સાડા ત્રણ કરોડ રૂપિયા અંગે તપાસ કરવા હિંદી સરકારને જણાવ્યુ'. યુરપમાં મહારાજાને ખબર પડતાં એ ભારત પાછા ફર્યાં અને સરદારને મળીને વડોદરામાં સંપૂણ વહીવટ પ્રજાને સોંપી દેવાની તત્પરતા વ્યક્ત કરી, પણ મતભેદ તીવ્ર હતા. છેવટે વી. પી. મેનને મહારાજા સાથે એકથી વધુ વાર મ ત્રણાઓ કરી અને આખરે ૩૧ મી જાન્યુઆરી, ૧૯૪૯ ના દિવસે સર પ્રતાપસિં હું એમના રાજ્યના મુંબઈ સાથેના જોડાણ અંગેના નિય જાહેર કર્યાં. ૨૧ મી માર્ચ, ૧૯૪૯ ના જોડાણકરાર પર સહી થઈ અને ૧ લી મે, ૧૯૪૯ ના દિવસે મુંબઈ સરકારે રાજ્યના વહીવટ સભાળી લીધે ૧૫
ડાંગના પ્રશ્ન
ડાંગ અને આખુ ગુજરાતને માટે માત્ર સરહદી પ્રદેશ જ નહેાતા, ત્યાં ગુજરાતી ભાષા અને રીતરિવાજોની પણ માલબાલા હતી. ડાંગ-પ્રદેશમાં આઝાદી પૂર્વે` ૧૪ ‘રાજા’એનુ શાસન હતું. ૬૫૦ ચો. મા. વિસ્તારમાં ફેલાયેલી ૫૦,૦૦૦ ની વનવાસી-ગિરિવાસી વસ્તીને વહીવટ આહવાના ડેપ્યુટી પોલિટિકલ એજન્ટ કરતા હતા. ૧૯ મી જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે આ પ્રદેશને મુ ંબઈ સાથે જોડી દેવાયા. ડાંગ મરાઠીભાષી હોવાના રાજકીય સ્તરે લેવાયેલ નિ*ય ગુજરાતના નેતાઓને આંચકો આપી ગયા અને સ`શેાધનના આધારે પ્રમાણિત કરવામાં આવ્યું કે ડાંગી ખેલી ગુજરાતીની એક ઉપખાલી છે. છેવટે એને નાશિકથી અલગ જિલ્લા બનાવવામાં આવ્ય! અને સ્વત ંત્ર રીતે કલેકટરનું પ્રશાસન ગેાઠવવા માં આવ્યું.
ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે ડાંગને ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યા, પણ એનાં નાશિક જિલ્લાના બાર સરહદી ગામ મહારાષ્ટ્રને મળ્યાં. ખાનદેશના સરહદી વિસ્તારનાં ૧૫૬ ગામ તેમ ઉમરગામ તાલુકાના થોડો ભાગ પણ ગુજરાતને મળ્યા.
આબુના પ્રશ્ન
આ જ રીતે આખુ પણ ઘણે અંશે ગુજરાતની સાથે અનુબંધ ધરાવતા પ્રદેશ હતા. વાંસવાડ! ડુંગરપુર ઝાબુઆ અલીરાજપુર રાજ્યેાતી ગુજરાતીભાષી પ્રજા પ્રુચ્છતી હતી કે એમનું જોડાણ ગુજરાતની સાથે થાય. આણુ દેલવાડા તહે સીલના