Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૪
આઝાદી પહેલાં અને પછી આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે થઈ એને અંદાજ આપતી ઘટનાઓની તવારીખ અને એનાં પ્રભાવી કાય કારણોની તપાસની ચર્ચા કરીએ :
- ૧૯૪૭ ની પંદરમી ઓગસ્ટે ભારતને “મધરાતે આઝાદી મળી ત્યારે બીજા પ્રદેશની જેમ ગુજરાત પણ માનસિક રીતે સ્વાતંત્ર્યને અનુભવ કરતું થયું, પણ એક પ્રદેશ તરીકેની ભૌગોલિક રાજકીય અને પ્રશાસકીય ઓળખાણ આપી શકાય તેવી કોઈ સ્થિતિ નહોતી. આમ તે છેક સેલંકીકાલથી ગુજરાત' નામ એક યા બીજી રીતે પ્રચલિત હતું ખરું. આબુની ઉત્તરે આવેલે પ્રદેશ “ગુજરદેશ” કે ગુજરભૂમિ', નવમી સદીનું “ગુજરત્રા” કે “ગુજજરત્તા', મૂલરાજ અને બીજા ગુજરેશના શાસન હેઠળ ગુજરમંડલ અને ક્રમશઃ આબુની ઉત્તરને બદલે દક્ષિણના વિસ્તારને માટે પ્રયોજયેલું “ગુજરત્રા–એ બધાં નામને અંતે છેવટે ગુજરાત” નામને, સાંસ્કૃતિક લક્ષણે અભિવ્યક્ત કરેત, પિંડ બંધાયે.'
પણ, ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિના સમયે ગુજરાત’ નામ વિશેષ સાથેનું કોઈ પ્રશાસનિક એકમ અસ્તિત્વમાં નહતું. છેલ્લાં ૮૦ વર્ષોથી બ્રિટિશ રાજનીતિ ગુજરાતમાં દેશી રાજ્યને કારભાર ચલાવવા એક પછી એક પગલાં લઈ રહી હતી. મુંબઈની અને હિંદની સરકારે સેક્રેટરી ઓફ સ્ટેટ ફેર ઇન્ડિયા-ઈનકાઉન્સિલની સંમતિથી દેશી રાજ્યના સાત વર્ગોની તેમજ બાકીની સરહદે અને સત્તા ધરાવતી એજન્સીઓની રચના કરી હતી. “વક–એગ્રીમેન્ટ” હેઠળ ૧૯૦૭ માં રચાયેલી પિલિટિક્સ એજન્સીએ તે અત્યંત ગૂંચવાડાભરી પરિસ્થિતિ પેદા કરેલી તેમાંથી થોડે સુધારે થયો હતો અને આ નવી રાજ્યવ્યવસ્થામાં ગુજરાત અને કાઠિયાવાડને સમાન કાયદા અને એની સમજદારી મળ્યાં હતાં. આ દરમ્યાન જ પ્રશાસનિક સેવાઓ શરૂ થઈ હતી. બ્રિટિશ અધિકારીઓને લાભ-ગેરલાભ મળતો થયું હતું. ગાદીવારસાની તકરારે, બહારવટાઓ અને રમખાણો દરમ્યાન બ્રિટિશ એજન્સી મહત્ત્વને ભાગ ભજવવા લાગી હતી. દેશી રાજ્યોમાં સ્વાતંત્ર્ય પૂર્વેનાં શેડાંક વર્ષોમાં જવાબદાર રાજ્યતંત્રને પ્રવેગ પણ કઈ કોઈ સ્થળે થયે હતે. બ્રિટિશ શાસન નીચેના જિલ્લા
ગુજરાતમાં બ્રિટિશ સરકારના સીધા શાસન નીચે પાંચ જિલ્લા હતા ? અમદાવાદ ખેડા ભરૂચ સુરત અને પંચમહાલ એને કુલ વિસ્તાર દસ હજાર ચોરસ માઈલ હતો ને એની કુલ વસ્તી ૪૦ લાખની હતી. એને વહીવટ મુંબઈ ઇલાકાના ગવર્નર નીચે કલેકટરો કરતા હતા. દેશને આઝાદી મળતાં એ ઇલાકે મુંબઈ રાજ્યમાં ફેરવાય ને ગુજરાતમાંના આ પાંચ જિલ્લા મુંબઈ રાજ્યની અંતર્ગત ગણાયા અને એને વહીવટ મુંબઈ રાજ્યની સરકાર કલેક્ટર મારફતે સંભાળવા