Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨
આઝાદી પહેલાં અને પછી
મેટી સંખ્યામાં એકત્રિત થયા અને મહાજનની મધ્યસ્થીને કારણે રાજ્યને અમૃતલાલ શેઠને મુક્ત કરવા ફરજ પડી હતી, વઢવાણ અને અમરેલી ખાદીઉત્પાદનનાં કેંદ્ર હતાં અને તેમાં ખાદીપ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, પરદેશી કાપડને બહિષ્કાર તથા દારૂબંધીના કાર્યક્રમ યથાશક્તિ અપનાવ્યા હતા. ગાયકવાડી શહેર અમરેલી આનાથી અલિપ્ત ન હતું.
૧૯૨૪ માં ભાવનગરમાં પ્રજાપરિષદની સ્થાપના થઈ હતી. આ પરિષદમાં ૧૯૨૫ માં થયેલા કાઠિયાવાડ રાજકીય પરિષદના ભાવનગર અધિવેશનમાં દીવાન પ્રભાશંકર પટ્ટણી તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ હાજરી આપી હતી. લાખાજીરાજને હાથે ગાંધીજીને એમની સેવા બદલ માનપત્ર આપવામાં આવ્યું હતું. ગાંધીજીએ લેકને રચનાત્મક કાર્યક્રમ અપનાવવા અનુરોધ કર્યો. ૧૯૨૮ માં પોરબંદરમાં અમૃતલાલ ઠક્કરના પ્રમુખપણ નીચે પરિષદનું ચૈથું અધિવેશન થયું, આ અધિવેશનમાં પરિષદ પ્રજાકીય રાજ્યતંત્ર લઈને જંપશે એ સૂર વ્યક્ત કરાયે, ખાદી અને અસ્પૃશ્યતાનિવારણ વગેરે કામને વેગ આપવા અનુરોધ થ. ૧૯૨૯માં મૅરબીમાં સરદાર વલ્લભભાઈના પ્રમુખપણ નીચે પરિષદનું પાંચમું અધિવેશન કરવામાં આવ્યું ત્યારે ગાંધીજીએ આ અધિવેશનમાં હાજરી આપી હતી. સરદારે સૌરાષ્ટ્રના લેકીને બેસવાનું ઓછું રાખવાની ને વધારે કામ કરવાની સલાહ આપી. ૧૯૩૧ માં ધ્રાંગધ્રામાં પરિષદનું છઠું અધિવેશન કરવાનું નક્કી કર્યું હતું, પણ રાજ્ય આ માટે પરવાનગી આપી ન હતી. ૨૧-૯-૧૯૩૧ ને દિવસ ધ્રાંગધ્રાદિન” તરીકે ઊજવાય. પ્રાંગધ્રા અને હળવદના કાર્યકરોને પકડવામાં આવ્યા અને તેથી ૪–૧૧–૧૯૩૧ ના દિવસે સ્વામી શિવાનંદ અને એમના સ્વયંસેવકોએ પ્રતિબંધને ભંગ કરી ધરપકડ વહોરી લીધી. હળવદમાં ૭૦ દિવસ સુધી હડતાળ પડી હતી.
જાન્યુઆરી, ૧૯૩૨ માં ફૂલચંદભાઈએ ફરી સત્યાગ્રહ કરી જેલ વહોરી લીધી હતી. અંતે જામ સાહેબની સમજાવટને કારણે બધા સત્યાગ્રહીઓને છેડી મૂકવામાં આવ્યા હતા. ૧૯૩૭ માં દરબાર ગોપાળદાસના પ્રમુખપણ નીચે છે અધિવેશન સરદારશ્રીની હાજરીમાં રાજકોટમાં કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં જવાબદાર તંત્ર આપવાની તથા કેટલીક ફરિયાદો દૂર કરવાની માગણી થઈ હતી.૩૩ રાજકેટ-સત્યાગ્રહ
૧૯૩૭ માં દેશમાં કોંગ્રેસે સત્તાનાં સૂત્ર સંભાળતાં દેશી રાજ્યની પ્રજામાં આશા પ્રગટી અને રાજકોટ લીંબડી ભાવનગર વડોદરા વગેરે રાજ્યોમાં જવાબદાર