Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
દેશી રાજ્ય
૧૩૯ આગેવાનોની ધરપકડ આગલી સાંજે કરવામાં આવી. રાજ્ય ૨૬-૧-૧૯૩૯ ના જાહેરનામાથી પ્રજામંડળને ગેરકાયદેસર મંડળ ઠરાવ્યું અને ચળવળને કચડી નાખી, ચળવળમાં ભાગ લેનારાઓની જમીન જપ્ત કરી અને પકડાયેલા નેતાઓ ઉપર ત્રાસ ગુજારી લિખિત માફી માગવાની ફરજ પાડવામાં આવી. બે માસ બાદ સારી ચાલચલગતના બૅન્ડ આપી માફી માગીને તેઓ છૂટા. આમ આ ચળવળને નામોશીભર્યો અંત આવ્યું. જૂનાગઢ સ્વતંત્ર થયું ત્યાં સુધી એટલે ૧૯૪૭ સુધી પ્રજામંડળ કોઈ પણ પ્રવૃત્તિ કરી શક્યું નહિ.૪૩
પાલીતાણા લાઠી વગેરેમાં ચળવળ થઈ હતી, પણ પ્રજાને વિશ્વાસમાં લઈને, વહીવટમાં સુધારા કરીને સમાધાન કરવામાં આવ્યું હતું.
આઝાદી બાદ મૂળી લખતર ચૂડા બજાણું ધ્રાંગધ્રા વગેરેમાં લેકેએ ચળવળ શરૂ કરી હતી અને મૂળી લખતર બજાણું ચૂડા વગેરે રાજ્યમાં એમની જવાબદાર તંત્રની માગણી સ્વીકારાઈ હતી. રાજાઓએ સમય વતીને સમાધાનકારી વૃત્તિ સૌરાષ્ટ્રમાં દાખવી હતી, પણ વડોદરાના મેવાસી પ્રદેશમાં ખાનગી લકર વગેરે ઊભું કરીને લોકલડત તેડી નાખવા પ્રયાસ થયે હતો, પ્રજાએ સ્વયંસેવકદળ ઊભું કરી એને સામને કરીને તથા તાલુકદારની ખેત પેદાશના વેચાણને બહિષ્કાર કરીને એમની સાન ઠેકાણે આણી હતી. ભરૂચના સાગવારા વિસ્તારમાં નાની ઠકરાતમાં પણ આવી પરિસ્થિતિ ૧૯૪૫-૪૭ ના વચગાળાના સમયમાં ઊભી થઈ હતી, પણ મુંબઈ સરકારે જાગૃતિ દાખવી તથા બ્રિટિશ અમલદારે એ સમય પારખી આ જાગીરદારી તને નમવાની ફરજ પાડી હતી અને મુંબઈ સાથે ગુજરાતનાં બીજાં બધાં રાજ્યનું જૂન, ૧૯૪૮ માં અને ૧-૫-૪૯ થી વડોદરા રાજ્યનું વિલીનીકરણ થતાં આ બધી પ્રવૃત્તિઓને અંત આવ્યો.૪૪ સૌરાષ્ટ્રમાં જામસાહેબ, ધ્રાંગધ્રાના મહારાજા તથા ભાવનગરના પ્રગતિશીલ રાજવી કૃષ્ણકુમાર સિંહજીની દીર્ધ દૃષ્ટિને કારણે એપ્રિલ, ૧૯૪૮ માં સૌરાષ્ટ્રનું એકમ રચાયું હતું. કચ્છમાં પ્રજામંડળની પ્રવૃત્તિ મંદ ગતિએ ચાલતી હતી. આઝાદીની પૂર્વ સંધ્યાએ પ્રજાની માગણી સ્વીકારવા રાજ્ય વલણ દાખવ્યું હતું અને ભારત સાથે જોડાણ સાધી “સી” વર્ગનું રાજ્ય બનતાં સલાહકાર સમિતિ મળી હતી.
આમ આઝાદીની પ્રાપ્તિ સુધી દેશી રાજ્યોની પ્રજાને જુલ્મને સામને કરે પડ્યો હતો અને એમના હક્કોના રક્ષણ માટે ભારે ભેગ આપ પડ્યો હતો. રાજાઓએ સમયને ઓળખીને સમાધાન-વૃત્તિથી લેહિયાળ કાંતિ અટકાવી હતી અને એમાં સરદારની મક્કમ નીતિને તથા વી. પી. મેનન જેવા કુશાગ્રબુદ્ધિના અધિકારીની દીર્ઘ દૃષ્ટિને પણ મહત્ત્વનો ફાળે હતે.