Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩૨-૪૭)
બ્રહ્મદેશની સરહદ સુધી એ આવી પહોંચ્યું હતું. બ્રિટિશ નૌકાસૈન્યના વિરાટકાય યુદ્ધ-જહાજોને પલકમાં એઓએ નાશ કર્યો હતે. સિંગાપુર પાકેલા ફળ માફક લડત વિના એઓએ હાથ કર્યું હતું, આથી પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે યુદ્ધદેવતા બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ ઉપર ભારત સાથે સમાધાન કરવા દબાણ કર્યું અને સ્ટેફર્ડ ક્રિસને એણે વાટાઘાટ માટે ૧-૪-૪૨ ના રોજ મેકલ્યા. યુદ્ધ બાદ સાંસ્થાનિક
સ્વરાજ્ય, બંધારણ સભા તથા જે પ્રાંત અલગ થવા ચાહે તેઓને સ્વતંત્ર થવાની છૂટ રહે એ એની જનાની મુખ્ય શરત હતી. દેશી રાજ્યની પ્રજા અંગે એમાં કઈ જોગવાઈ ન હતી. તાત્કાલિક છૂટછાટ કાઉન્સિલના સભ્ય વધુ સંખ્યામાં રખાય તેટલી હતી. ગાંધીજી તથા ગ્રેસના નેતાઓને દેશના વિભાજનની ને કાયમ વિવિધ કેમેને લડતા રાખવાની આમાં ગંધ જણાતાં એમની દરખાસ્ત નકારવામાં આવી. ક્રિસ મિશનની અમેરિકન પ્રજા અને પ્રમુખ રુઝવેલ્ટને દેખીતે સંતોષ આપવાની રમત હતી. હેરેલ્ડ લાસ્કીને મતે “લે કે છોડો” જેવાં વલણવાળી આ યોજનાનો હેતુ હિંદ સ્વરાજય આપવાને બદલે પ્રચારને વધુ હતો. ૧૯૪ર ની હિંદ છોડો ચળવળ અને ગુજરાત
જાપાને પલ હાર્બર ઉપર હુમલો કરી યુદ્ધમાં ઝંપલાવતાં અને દક્ષિણ એશિયાના પ્રદેશે મલાયા બ્રહ્મદેશ વગેરે જીતી લેતાં ભારતની પૂર્વ સરહદ સળગી ઊડી અને જાપાને વિશાખાપત્તન તથા કાકીનાડા ઉપર હુમલે કરતાં ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડી જવા માટે “હરિજન” પત્રના લેખો દ્વારા જણાવ્યું. ક્રિસ મિશન નિષ્ફળ ગયું અને અંગ્રેજોની દાનત શુદ્ધ જણાતી ન હતી. ગાંધીજી તથા અન્ય નેતાઓએ આખરી આંદોલન માટે લેકને તૈયાર કરવાનું નક્કી કર્યું. સરદારે ગુજરાતની પ્રજાને લડતને સંદેશ આપતાં જણાવ્યું કે “આવી પળ ફરીથી આવવાની નથી. મનમાં કશો ભય રાખશે નહિ. એમ કહેવાનું ન મળે કે ગાંધીજી એલા હતા. ૭૪ વરસની ઉંમરે હિંદની લડત લડવા આ બે ઉપાડવા તેઓ બહાર પડ્યા છે ત્યારે આપણે પણ આપણી ફરજ વિચારી લઈએ. તમારી પાસે માગણી થાય કે ન થાય, વખત આવે કે ન આવે, તમારે કશું પૂછવાપણું રહેતું નથી. હવે કયો કાર્યક્રમ એમ પૂછી બેસી ન રહેશે. ૧૯૧૮માં રૉલેટ ઍકેટના વિરોધથી માંડીને આજ સુધી જેટલા કાર્યક્રમ કર્યા છે તે બધાને આમાં સમાવેશ કરવાનું છે. નાકરની લડત, સવિનય કાનૂનભંગ અને એવી જ બીજી જે લડત સીધી રીતે સરકારી તંત્રને અટકાવી દેનારી હશે તેને કોંગ્રેસ અપનાવી લેશે. રેલવે. વાળા રેલવે બંધ કરીને, તારવાળા તારખાતું બંધ કરીને, ટપાલવાળા ટપાલખાતું છોડીને, સરકારી નોકર નેકરીઓ છોડીને, શિક્ષક અને વિદ્યાથીઓ શાળાઓ