Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
દેશી રાજ્ય
૧૨૧ ઈ. સ. ૧૯૧૮ માં આપવામાં આવ્યો. એમને ૧૩ તોપનું માન આપવામાં આવતું હતું. આ મહારાજા ક્રિકેટ તથા સ્કાઉટિંગ અને રમતગમતના શેખીન હતા. ૧૯૨૫ માં પોરબંદરમાં એ. સી. સી. કમ્પનીએ સિમેન્ટ ફેકટરી શરૂ કરી હતી. મહારાણા મિલ ૧૯૩૨ માં શરૂ કરાઈ હતી. જગદીશ ઑઇલ ઇન્ડસ્ટ્રીઝ ૧૯૪૫ માં તેલ-મિલ' તરીકે શરૂ કરાઈ હતી. એ વનસ્પતિ ઘી અને સાબુ પણ બનાવે છે. આમ નટવરસિંહજીના શાસન દરમ્યાન રાજ્યને ઔદ્યોગિક વિકાસ થયે હતે.
૧૯ર૭ માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું ચોથું અધિવેશન અમૃતલાલ ઠકકર(ઠક્કરબાપા)ના પ્રમુખપણા નીચે પોરબંદરમાં થયું હતું. ગુરુકુળ સંસ્થા કન્યા શિક્ષણનું મહત્ત્વનું કાર્ય કરે છે. નાનજી કાળિદાસ એના પ્રણેતા હતા. ૧૯૪૭ માં દેશ આઝાદ થયું ત્યારે ભારતસંઘ સાથે રાજ્ય જોડાણ કર્યું અને એ સૌરાષ્ટ્ર એકમ સાથે ૧૯૪૮ માં જોડાયું હતું. ૨૨
(૧૫) પાલનપુર શેરમેહમદખાન (૧૮૭૭–૧૯૧૮)
શેરમહમદખાને ઈ. સ. ૧૮૭૭ થી ૧૯૧૮ સુધી રાજ્ય કર્યું હતું. એમના સમયમાં એમણે ખેતીવાડીને ઉત્તેજન આપ્યું હતું અને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ કન્યાશાળા વગેરે ખાલી આધુનિક પદ્ધતિની શિક્ષણસંસ્થાઓ શરૂ કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન એમણે બ્રિટિશ સરકારને માણસ અને ધનની મદદ કરી હતી. ૧૯૧૪માં એમના સુવહીવટની કદર એમને કરીને ૧૧ ને બદલે ૧૩ તેનું માન આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. તાલેમહમદખાન (રાજવ ૧૯૧૮–૧૯૪૮)
સને ૧૯૧૮ માં પાલનપુરની ગાદીએ આવનાર તાલેમહમદખાને પિતાની હયાતી દરમ્યાન છેલ્લાં સાત વરસે દરમ્યાન રાજ્યવહીવટની પ્રત્યક્ષ તાલીમ લીધી હતી. ઈ. સ. ૧૯૨૦ માં એમને કે. સી. આઈ. ઈને ઈલકાબ આપવામાં આવ્યો હતે.
તાલેમહમદખાનજીએ ખેતીવાડીના વિકાસ માટે ખાસ લક્ષ આપ્યું હતું. ડીસામાં ખેતીવાડીનું પ્રાયોગિક મંડેલ ફામ શરૂ કર્યું હતું અને “વધુ અનાજ વાવો' ઝુંબેરા દ્વારા અન્નનું ઉત્પાદન વધાર્યું હતું. શેરડી મગફળી ઘઉં અને બાજરીની સુધરેલી જાતનું બિયારણ ખેડૂતોમાં પ્રચલિત કર્યું હતું. ખેતીનાં સુધારેલા ઓજાર તથા પિયત માટે રેટ અને પમ્પ દ્વારા સિંચાઈ કરવા ઉરોજન