Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
દેશી રાજ્યો
૧૨૫
૧૯૩૩-૪૪ સુધી રાજ્ય સાબરકાંઠા એજન્સીની દેખરેખ નીચે હતું. ત્યારબાદ વડોદરાના રેસિડેન્ટની દેખરેખ નીચે મુકાયું હતું. ઈડર રાજ્ય ૧૯૪૭ માં ભારતસંઘ સાથે જોડાણ સ્વીકાર્યું અને ત્યારબાદ મુંબઈ રાજ્યમાં એ વિલીન થઈ ગયું.૨૭ ૩. રાજકીય જાગૃતિ
પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ગુજરાતના રાજવીઓએ લશ્કર અને નાણાંની મદદ કરીને અંગ્રેજોને ઉપકારવશ બનાવ્યા હતા, આથી આ રાજાઓ નિરંકુશ બનીને પ્રજાનાં સુખદુઃખ તરફ લક્ષ આપવાને બદલે વૈભવ-વિલાસમાં પડી ગયા હતા અને એમના દુરાચાર અને ભ્રષ્ટાચારને કારણે પ્રજા ત્રાસી ગઈ હતી. એમનાં રાજ્યમાં વાણીસ્વાતંત્ર્યને સ્થાન ન હતું, મિલકત તથા જાનની સલામતી ન હતી. ગમે તે કારણે પ્રજાજનોને જેલમાં નાખતા હતા. રાજાની સામે કોર્ટમાં જઈ શકાતું ન હતું. ઈજારાશાહી ફાલીલી હતી. ગરીબ ખેડૂતો તથા મધ્યમવર્ગના લેક ભારે કરવેરા નીચે કયડાઈ રહ્યા હતા. પૈસાદાર જાગીરદાર અને ભાયાત મેટા ભાગના કરવેરાઓમાંથી મુક્ત હતા. વડોદરા રાજ્ય સિવાય કોઈ પણ રાજ્યમાં ઇન્કમ-ટૅસ જેવો વેર ન હતું. રાજ્યની આવક તથા અંગત આવક વચ્ચે કઈ તફાવત ન હતું. રાજકોટ જેવું નાનું રાજ્ય દર વરસે એની કુલ આવકના પચાસ ટકા જેટલી રૂ. સાત લાખની રકમ રાજાની અંગત મોજમજાના ખર્ચ પાછળ વાપરતું હતું. ખુદ વડોદરા જેવા પ્રગતિશીલ રાજ્યની પ્રિલી–પર્સની રકમ રાજ્યની આવકના દસ ટકા જેટલી હતી. રાજ્યનું શાસન આપખુદ હતું. નાગરિક હક્કોને અભાવ હતું. વડોદરા રાજકોટ અને ભાવનગરમાં નિયુક્ત કરેલા સભ્યની બનેલી કાઉન્સિલ કે પ્રજાપ્રતિનિધિ સભા હતી તેને માત્ર ચર્ચા કરવાને હકક હતા. કેટલાક રાજ્યોમાં નગરપાલિકા હતી, પણ એને વહીવટ સરકારી અમલદારો કરતા હતા અને સભ્યો પણ નિમાયેલા હતા. આમ મોટા ભાગનાં દેશી રાજ્યમાં લોકે સામંતશાહી વ્યવસ્થા નીચે સબડતા હતા. વહીવટીતંત્ર જડ અને પુરાણી પદ્ધતિને અનુસરતું હતું. તરંગીપણું તેમ વિચિત્રતાઓ અને સ્વછંદતાને કારણે કેટલાક રાજા વામણા લાગતા હતા અને ક્યારેક હાસ્યાસ્પદ વતન પણ કરતા હતા. જૂનાગઢ જેવા પ્રથમ દરજજાના રાજ્યના નવાબે કૂતરા-કૂતરીનાં લગ્ન કરી, એને વડે કાઢી પછી એ બેઉને વીંધી નાખીને નવાબીને બો લગાડ્યો હતો. આમ છતાં ભૂતકાળમાં અને આધુનિક કાલમાં કેટલાક રાજવીઓએ કલા સંગીત વગેરેને તથા શાળાઓ કાઢીને કેળવણીને ઉત્તેજન આપ્યું હતું અને બહારની કેળવણીની સંસ્થાઓ, જેવી કે બનારસ યુનિવર્સિટી, ફર્ગ્યુસન કોલેજ, દક્ષિણામૂર્તિ, અલીગઢ યુનિવર્સિટી, વિશ્વભારતી જેવી સંસ્થાઓને માતબર દાન