Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૨૦
આઝાદી પહેલાં અને પછી
(૧૩) લીંબડી
ટાલસિ’હજી (૧૯૦૮–૧૯૪૧)
દોલતસિંહજી ૧૪-૪-૧૯૦૮ ના રાજ લીંબડી રાજ્યની ગાદી ઉપર ખેડા હતા. એમણે ઇંગ્લૅન્ડ સહિત યુરાપના ઘણા દેશેશના પ્રવાસ ખેડયો હતા. તેઓ વિદ્યારસિક હતા અને વિદ્યાના આશ્રયદાતા હતા. લીંબડી રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત હતું. એમના સમયમાં જશવંતસિ ંહજી મિડલ સ્કૂલ ધો. ૧૧ સુધી શીખવતી હાઇસ્કૂલ થઈ હતી. હરિજના માટે એમણે એક અત્યંજ–શાળા ખાલી હતી. એમણે શાળાવાળાં ગામામાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું . આ ઉપરાંત એક મદરેસા અને સંસ્કૃત પાઠશાળા હતી. સંસ્કૃતના અધ્યયનના ઉત્તેજનાથે' એમણે બનારસમાં છાત્રાલય ખોલ્યું હતું અને વિદ્વાન બ્રાહ્મણને એમણે રાજ્યને ખર્ચે બનારસ ભણવા માકલ્યા હતા. એમને ક્રિકેટની રમતમાં સારા રસ હતા. એમના સમયમાં ગાંધીજી તથા ઠાગાર જેવી જાણીતી વિભૂતિએ લીંબડીની મુલાકાત લીધી હતી. ૧૯૩૫ માં હાસ્પિટલને અદ્યતન બનાવી હતી. પાણી-પુરવઠા માટે ભાગાવા નદીમાંથી નહેર કાઢી હતી અને રાજ્યમાં પાકી સડકા બનાવી હતી. ૧૯૩૪ માં રાંગપુર નજીક રસ્તા માટે ખેાદકામ કરતાં ગુજ રાતમાં સૌથી પ્રથમ હડપ્પાકાલીન અવશેષ મળ્યા હતા, જેનું માધસ્વરૂપ વત્સે ખોદકામ હાથ ઉપર લીધું હતું. સને ૧૯૩૯ માં જવાબદાર તંત્રની લીંબડી પ્રજામંડળે માગણી કરતાં પ્રામડળ સાથે રાજ્યને ધણુ થયુ હતુ અને પ્રજા ઉપર ઘણા જુલમ ગુજારવામાં આવ્યા હતા. પરિણામે લેાકેાએ હિજરત કરી હતી અને લીંબડીના રૂના બહિષ્કાર કર્યાં હતા.
દિગ્વિજયસિંહજી (૧૯૪૧–૧૯૪૨)
દોલતસિ હજીના અવસાન બાદ એમના પુત્ર દિગ્વિજયસિહજી ગાદીએ આવ્યા, પરંતુ એમનું દસ માસમાં જ અવસાન થતાં છત્રસાલસિ હજી ગાદીએ બેઠા હતા. રિજન્સી કાઉન્સિલ (૧૯૪૨-૧૯૪૭)
એમની સગીર અવસ્થાને કારણે દીવાન અને રિજન્સી કાઉન્સિલે કેટલાક વખત વહીવટ ચલાવ્યા હતા. રાજ્યના ભારતસંધ સાથેના જોડાણ સુધી આ વહીવટ ચાલુ રહ્યો હતેા.૨૧
(૧૪) પારમંદર
નટવરસંહજી (૧૯૨૦-૧૯૪૮)
પુખ્ત વયના થતાં નટવરસિંહજી ૨૬-૧-૧૯૨૦ ના રાજ ગાદીનશીન થયા. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકાર તરફથી એમને ‘મહારાજા'ના સંલકાબ