Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પરિશિષ્ટ ૧ નવા રાજકીય પક્ષો
ઇન્ડિયન નૅશનલ કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫ માં થઈ હતી. એ પછી વીસમી સદીના પૂર્વાર્ધમાં બીજા કેટલાક નવા રાજકીય પક્ષ સ્થપાયા હતા ને તેઓએ પણ હિંદના રાજકારણમાં ભાગ ભજવ્યું હતું. ગાંધીજીની આગેવાની નીચે કેંગ્રેસે સ્વરાજ્ય માટે બ્રિટિશ સરકાર સામે અસહકાર અને અહિંસક સત્યાગ્રહની લડત ઉપાડી હતી, પરંતુ એનું કોઈ નક્કર પરિણામ આવતું નહતું, આથી કેટલાકની અહિંસામાંથી શ્રદ્ધા ઊઠી ગઈ હતી અને ગાંધીજીની નેતાગીરી સામે અસંતોષ જાગ્યો હતે.
રશિયામાં સામ્યવાદની સફળતા અને એણે મેળવેલી સિદ્ધિને કારણે કેટલાક જુવાન સમાજવાદ અને સામ્યવાદ તરફ આકર્ષાયા હતા. જેલમાં નવરાશના સમયમાં માર્કસ લેનિન વગેરેનાં પુસ્તકોનું અધ્યયન પણ આ જુવાને કર્યું હતું અને એમને ગાંધીજીની વગ મેળની નીતિ, ટ્રસ્ટીશિપને સિદ્ધાંત વગેરે મૂડીવાદની આળપંપાળ જેવાં લાગતાં હતાં. આવાં કારણોસર કેંગ્રેસમાં રહીને ઉદ્દામવાદીઓએ સમાજવાદી પક્ષ શરૂ કર્યો હતો. સામ્યવાદી પક્ષ ભારતમાં ૧૯૨૫ માં સ્થપાયે હતો, પણ એ ગેરકાયદેસર ગણાતો હોવાથી ભૂગર્ભમાં રહીને પ્રવૃત્તિ કરતું હતું. કોંગ્રેસ-વિધી પ્રત્યાઘાતી અને કેમવાદી વિચારસરણી ધરાવતે પક્ષ મુસ્લિમ લીગ હતા. એની લાગવગ મુસ્લિમોમાં વધતી જતી હતી. એના પ્રત્યાઘાતરૂપે હિંદુ સંસ્કૃતિ અને સમાજના સંરક્ષણ માટે હિંદુ મહાસભા અને રાષ્ટ્રિય સ્વયંસેવકદળ સક્રિય બન્યાં હતાં. આમ આ સમયગાળામાં હિંદના રાજકારણમાં કેંગ્રેસ ઉપરાંત કેટલાક નવા રાજકીય પક્ષ વત્તાઓછું વર્ચસ્ ધરાવવા લાગ્યા હતા. સમાજવાદી પક્ષ
સમાજવાદી વિચારસરણીના પુરસ્કર્તા જવાહરલાલ હતા. ૧૯૩૪ માં કેંગ્રેસમાં રૂઢિચુસ્તોનું વધતું જતું પ્રાબલ્ય ખાળવા માટે અને માસવાદી વિચારસરણી ફેલાવવા માટે જયપ્રકાશ નારાયણ, નરેંદ્રદેવ, યૂસુફ મહેરઅલી, અશ્રુત પટવર્ધન, મીનુ મસાણી, અશોક મહેતા, રામમનોહર લોહિયા, એસ. એમ. જોશી, ગેરે