Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૦૮
આઝાદી પહેલાં અને પછી
રાજ્ય સાથે જોડવા તૈયાર થયા. ૧-૫-૪૯ ના રોજ વડેદરાનું મુંબઈ સાથે જોડાણ થયું. પાછળથી મહારાજાએ મુંબઈ સાથેના વડોદરા રાજ્યના જોડાણને પડકાય, એ ઉપરાંત રાજવીમંડળ રચી ભારત સરકાર સાથે જોડાણ વિરુદ્ધની કાર્યવાહી પણ શરૂ કરી હતી. આ કારણે પ્રતાપસિંહરાવને પદભ્રષ્ટ કરવાની ભારત સરકારને ફરજ પડી છે
પ્રતાપસિંહરાવના શાસન દરમ્યાન ૩૦-૪–૧૯૪૯ ના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીઅસ્તિત્વમાં આવી. વડોદરા રાજ્યનું વિલીનીકરણ થતાં એના ચાર પ્રાંતે પૈકી ત્રણના અલગ ત્રણ જિલ્લા બન્યા અને નવસારીને તથા પેટલાદને તેઓ ની નજીકના રાજયના જિલ્લાઓમાં જોડી દેવાયા.
(૨) ભાવનગર
ભાવસિંહજી ૨ જા (૧૮૯૬–૧૯૧૯)
ભાવસિંહજી સને ૧૮૯૬ થી ગાદી ઉપર હતા. ઈ. સ. ૧૯૧૪ ના વિશ્વયુદ્ધ દરમ્યાન ભાવનગર રાજ્ય બ્રિટિશ સરકારને સારી મદદ કરી હતી, આથી મહારાજાનું માન પંદર તેપનું કરવામાં આવ્યું હતું. ૧૯૧૪–૧૯૧૯ દરમ્યાન મહારાજા ભાવસિંહજીએ પ્રજાહિતનાં કેટલાંક પગલાં લીધાં હતાં, જેમકે મ્યુનિસિપાલિટીની સમિતિનું વિસ્તૃતીકરણ, પ્રજાપ્રતિનિધિ સભાની રચના (૧૯૧૮), ખેતી સહકારી સંસાયટીઓ (૧૯૧૭), દારૂબંધી (૧૯૧૯), સ્ત્રીકેળવણીને ઉરોજન અને “પડદાના રિવાજની નાબૂદી.
રિજન્સી કાઉન્સિલ (૧૯૧૯-૧૯૩૧)
ભાવસિંહજીના પુત્ર કૃષ્ણકુમારસિંહજી સગીર વયના હોવાથી રાજ્યવહીવટ કરવા દીવાન પ્રભાશંકર પટણી વગેરેની રિજન્સી-કાઉન્સિલ નિમાઈ હતી.
સ્વરાજ્ય માટેની માગણીની અસર ભાવનગર રાજ્યમાં પણ થઈ હતી અને પ્રજાપ્રતિનિધિ સભાએ આ અંગે નિયુક્તિને બદલે ચૂંટણીનું તત્ત્વ દાખલ કરવા માગણી કરેલી. ૧૯૨૧-૨૨ દરમ્યાન ખેડૂતોનું મંડળ રચાયું હતું. ૧૯૨૨-૧૯૩૪ દરમ્યાન ખેડૂતોનું દેવું ખૂબ વધી ગયું હતું તે દૂર કરવા કરજ-કમિટી' નીમીને રાયે રૂ. ૨૦ લાખ ચૂકવી ૮૬ લાખનું દેવું રદ કરવા કાર્યવાહી કરી હતી.