Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૧૧૪
આઝાદી પહેલાં અને પછી
ભોજરાજજી (રાજત્વ ૧૯૪૪–૧૯૪૮).
ભગવતસિંહજીના અવસાન પછી એમના આધેડ વયના પુત્ર ભોજરાજજી પચાસ વરસની ઉંમરે ગાદીએ આવ્યા હતા. એમણે પિતાના હાથ નીચે ખાતાના અધિકારી તરીકે કામ કરી તાલીમ લીધી હતી. ૧૯૪૭ માં દેશ આઝાદ થયે ત્યારે ભારતસંઘ સાથે રાજ્યનું જોડાણ કર્યું હતું અને ૧૯૪૮ ના એપ્રિલમાં સૌરાષ્ટ્ર રાજ્યમાં પોતાનું રાજ્ય જોડવા સંમતિ આપી હતી. ૧૩
(૭) ધ્રાળ દોલતસિંહજી (૧૯૧૪-૧૯૩૯)
હરિસિંહજી પછી એમના પુત્ર દેલતસિંહજી ગાદીએ આવ્યા હતા. તેઓ ચેમ્બર ઓફ પ્રિન્સીઝના અગ્રગણ્ય સભ્ય હતા. ૧૯૩૧ ના સત્યાગ્રહની ચળવળ વખતે ધ્રોળમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ લેકીએ સત્યાગ્રહ કર્યો હતે. ૨૬-૫-૧૯૩૧ ના રોજ પાંચ સ્ત્રીઓ સહિત ૫૫ સત્યાગ્રહીઓની ટુકડીએ ધ્રોળમાં પ્રવેશ કર્યો અને સરઘસ-સભાને કાર્યક્રમ રાખી ધ્વજ પાછો આપવા રાજ્યને વિનંતી કરી હતી ત્યારે રાજ્ય ધ્વજ ફાડીને પાછો આપે અને સત્યાગ્રહને અંત આવ્યો. આ કારણે રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં રાજકીય જાગૃતિ આવી હતી. ચંદ્રસિંહજી (રાજવ ૧૯૩૯-૧૯૪૮)
દોલતસિંહજીનું અવસાન થતાં એમના પૌત્ર ચંદ્રસિંહજી ૧૯૩૯ માં ગાદીએ આવ્યા હતા. આઝાદી બાદ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં આ રાજ્યમાં જોડાઈ ગયું હતું. ૪
(૮) રાજકેટ લાખાજીરાજ (૧૯૭-૧૯૩૦)
ઠાકર લાખાજીરાજે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સરકારને નાણાકીય સહાય કરી હતી અને માગો ની મદદ પગ મોકલી હતી ૧૯૧૮-૧૯ અને ૧૯૨૪-૨૫ ના લેગ અને ઇન્ફલુએન ઝાના સખત રોગચાળા વખતે રસ લઈને લોકોને રાહત આપી હતી. સિવિલ સ્ટેશન તથા કાઠિયાવાડ નરેંદ્રમંડળની સ્થાપનાને કારણે એમને રાજકોટની એજન્સી સાથે મતભેદ ઊભો થયો હતે. એમણે ઈ. સ. ૧૯૨૧ માં કાઠિયાવાડ રાજકીય પરિષદને પ્રોત્સાહન આપ્યું હતું અને એનું પહેલું અધિવેશન રાજકોટમાં થયું હતું. ગાંધીજી રાજકોટ આવ્યા ત્યારે પિતાની જમણી બાજુએ એમને માનભર્યું સ્થાન આપ્યું હતું. એમણે સંપૂર્ણ ચુંટાયેલા સભ્યની પ્રજા-પ્રતિનિધિ સભાનું ૨૯-૯-૧૯૨૩ ના રોજ ઉદ્ઘાટન કર્યું હતું.