Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
દેશી રાજ્ય
૧૫
૨. અગ્રગણ્ય રાજ્ય
(૧) વડોદરા
સયાજીરાવ ૩ જા (૧૮૭૫–૧૯૩૯)
સયાજીરાવ ત્રીજા ઈ. સ. ૧૮૭૫ માં ગાદીએ બેઠા પછી વડોદરામાં નવા યુગની શરૂઆત થઈ હતી. આ કાર્યમાં સયાજીરાવના દીવાને સર ટી. માધવરાવ, આર. સી. દત્ત, મનુભાઈ નંદશંકર, વી. ટી. કૃષ્ણમાચારી તથા બી. એલ. મિત્રને મહત્ત્વને ફાળો હતો. એમણે વડોદરાના મધ્યયુગી સામંતશાહી તંત્રને બ્રિટિશ ભારતવર્ષના તંત્રની હરોળમાં મૂક્યું હતું. સમગ્ર તંત્ર રાજાભિમુખ હતું તે કલ્યાણલક્ષી અને પ્રજાભિમુખ બન્યું હતું. પરિણામે નકામાં વેરા ભાગબટાઈ ઈજારાશાહી વગેરે રદ થયાં હતાં. એમણે ન્યાયતંત્રને કારોબારીથી અલગ કર્યું હતું. હાઈકોટ સ્થાપી, બ્રિટિશ ભારતના ન્યાય અંગેના કાયદા લાગુ પાડી જૂની પદ્ધતિ દૂર કરી હતી. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત કરીને શિક્ષણના સાર્વત્રિકીકરણની શરૂઆત કરી હતી. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું હતું. કલાભવનની સ્થાપનાથી ટેકનિકલ શિક્ષણની શરૂઆત થઈ હતી. પુસ્તકાલય-પ્રવૃત્તિએ મોતીભાઈ અમીનના નેતૃત્વ નીચે વિશાળ વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું હતું. દરેક શહેરમાં નગરપાલિકા સ્થપાઈ હતી અને ગ્રામપંચાયત અને પ્રાંત-પંચાયતે સ્થાપી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જવાબદારી લેકેને સોંપી હતી. દીવાન અને અમલદારોના એક કારભારને બદલે ધારાસભા દ્વારા સ્વશાસનની દિશામાં વડોદરા રાજ્ય પહેલ કરી હતી. અનેક સામાજિક સુધારા પણ કરાયા હતા અને જ્ઞાતિને ત્રાસ નિવારા હતું. આમ ઈ. સ. ૧૯૧૪ પૂવે ગાયકવાડી તંત્રને સંપૂર્ણપણે પુનઃ વ્યવસ્થિત કરીને લેકાભિમુખ બનાવાયું હતું.'
ઈ. સ. ૧૯૧૪-૧૮ ના પ્રથમ વિશ્વયુદ્ધના ગાળા દરમ્યાન વડોદરા રાજ્ય બ્રિટિશ સરકારને ઘણું સહાયભૂત થયું હતું. ઈ. સ. ૧૯૨૦ માં ઓખામંડળને કબજે વડોદરા રાજ્યને સોંપાયે હતે.
સયાજીરાવના શાસન દરમ્યાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન મળ્યું હતું. ઈ. સ. ૧૯૧૬ માં વડેદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભા'ની અને ભેઈમાં ‘દયારામ સાહિત્ય સભા'ની સ્થાપના થઈ હતી. મરાઠીભાષી પ્રજાએ મરાઠી વાડૂમય પરિષદની શરૂઆત કરી હતી. ઈ. સ. ૧૯૧૫ માં સંસ્કૃત મહાવિદ્યાલય શરૂ કરવામાં આવ્યું હતું, એ ઉપરાંત શ્રાવણમાસ દક્ષિણ પરીક્ષા દ્વારા સંસ્કૃત ભાષા અને આયુર્વેદને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. પુરોહિત ધાર્મિક વિધિ સારી રીતે